હૈદરાબાદઃ ફેમસ ફિલ્મમેકર કરણ જોહર (Famous filmmaker Karan Johar) તેના સૌથી લોકપ્રિય ટોક શો 'કોફી વિથ કરણ' (Talk show 'Coffee with Karan)સાથે ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. આ શોનો એક પ્રોમો વીડિયો (Promo video) OTT (Over the Top) પર સામે આવ્યો છે. પ્રોમો અનુસાર, ગેસ્ટ તરીકે ફિલ્મ 'અતરંગી રે' (Film 'Atarangi Re') ના લીડ સ્ટાર કાસ્ટ ધનુષ (Lead star cast Dhanush) અને સારા અલી ખાન નજર આવે છે. પ્રોમોમાં સારા અલી ખાને ફિલ્મ 'અતરંગી રે' નું હિટ ગીત 'ચકા ચક' (Hit song 'Chaka Chak') વિશે એક મોટો ખુલાસો કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ટોક શો કોફી વિથ કરણમાં સારા અલી ખાનની ચોંકાવનારી વાત સામે આવી
ટોક શો કોફી વિથ કરણનો (Talk show Coffee with Karan) આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તેના કારણે સારા અલી ખાનની ચોંકાવનારી વાત સામે આવી છે. 11 મિનિટથી વધુના આ પ્રોમોમાં કરણ શોમાં આવેલા ધનુષ અને સારા સાથે વાત કરતો નજર આવે છે.દરમિયાન, વાતચીતમાં સારા અલી ખાને ફિલ્મ 'અતરંગી રે'ના સુપરહિટ ગીત 'ચકા ચક' વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
લોકડાઉન દરમિયાન કરણ જોહરના ગોવા ઘરના બાથરૂમમાં 'ચકા ચક' ગીતનું રિહર્સલ
સારા અલી ખાન માહિતી આપે છે કે, લોકડાઉન દરમિયાન કરણ જોહરના ગોવાના ઘરના બાથરૂમમાં 'ચકા ચક' ગીતનું રિહર્સલ કરતી હતી. જણાવી દઈએ કે, સારા તેના કોરિયોગ્રાફર સાથે ગોવા કરણના ઘરે પહોંચી હતી, જ્યારે કરણે પૂછ્યું કે શું આ એ જ ગીત છે, જેના પર તમે રિહર્સલ કરી રહ્યા હતા? સારાએ જવાબ આપતા હા કહ્યું હતું.
'ચકા ચક' ગીત લોકડાઉન પછી આપેલા પ્રથમ શોટમાંથી એક: સારા ખાન
સારાએ કરણના બાથરૂમમાં 'ચકા ચક' ગીતના રિહર્સલનું કારણ જણાવતા કહે છે કે, 'હું ક્યારેય ઇરછતી ના હતી કે આ વિશે તમારી સાથે વાત કરીશ, તમારા રૂમનો કાચ ઘણો નાનો હતો, પરંતુ બાથરૂમનો અરીસો મોટો હતો, તેથી હું બાથરૂમમાં જઈને રિહર્સલ કરતી હતી. આ વાત જાણીને કરણ ચોંકી જાય છે. સારા વધુમાં જણાવે છે કે 'ચકા ચક' ગીત લોકડાઉન પછી તેણે આપેલા પ્રથમ શોટમાંથી એક હતું, અમે લગભગ છ મહિના સુધી લોકડાઉનમાં સમય વ્યતીત કર્યો હતા.
જાણો આનંદ એલ. રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અતરંગી રેની રિલીઝ ડેટ વિશે
જણાવી દઈએ કે, આનંદ એલ. રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અતરંગી રે' 24 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને સાઉથ એક્ટર ધનુષ ઉપરાંત અક્ષય કુમાર પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.
આ પણ વાંચો:
Film 83: ફિલ્મ '83'ના સંદર્ભે બોલી વામિકા ગબ્બી, આ એક વિશેષઅધિકારી અને મોટી જવાબદારી છે