ETV Bharat / sitara

તાપસી પન્નુએ ઈન્સ્ટાગ્રામ પર 'મિશન મંગલ' ના શૂટિંગની યાદો તાજી કરી - સોનાક્ષી સિંહા

તાપસી પન્નુએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ફિલ્મ 'મિશન મંગલ'ના સેટ પરની એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેણે કેપશનમાં આ ફિલ્મ સ્વીકારવાનું કારણ જણાવ્યું હતું.

તાપસી પન્નુએ ઈન્સ્ટાગ્રામ પર 'મિશન મંગલ' ના શૂટિંગની યાદો તાજી કરી

author img

By

Published : Jul 10, 2020, 10:38 PM IST

મુંબઇ: અભિનેત્રી તાપસી પન્નુ મલ્ટી સ્ટારર ફિલ્મ 'મિશન મંગલ'નો ભાગ બનવા બદલ ગર્વ અનુભવે છે. તેણે શુક્રવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેટ પરની એક તસ્વીર શેર કરી હતી.

તાપસીએ કેપશનમાં લખ્યું, “આ તસ્વીર મિશન મંગલના શૂટિંગના શરૂઆતના દિવસોની છે.. મને યાદ છે કે અમે બધા એકબીજા સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. અમે સૌ એવીરીતે કામ કરવા માંગતા હતા કે જેમાં ગર્વની અનુભૂતિ થાય.”

“મેં બે કારણોથી ફિલ્મમાં કામ કરવા માટે હામી ભરી હતી. એક તો ફિલ્મની સ્ટોરી મને પસંદ આવી અને બીજું આ ફિલ્મમાં મારી સાથે જોડાયેલા તમામ કલાકારો સાથે હું કામ કરવા માગતી હતી. ફિલ્મને લઇને અમારા બધામાં જે ઊર્જા હતી તેને જોઇને અમે અનુભવી શકતા હતા કે આ એક ઉત્કૃષ્ટ સર્જન થઇ રહ્યુ છે.” તાપસીએ જણાવ્યું.

તાપસી હવે 'હસીન દિલરુબા ', 'રશ્મિ રોકેટ' અને 'શાબાશ મીઠુ'માં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.