મુંંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ માટે વર્ષ 2019 ખુબ સારુ રહ્યું છે. કારણ કે તે વર્ષમાં તાપસીએ બેક ટુ બેક હીટ ફિલ્મો કરી છે. જેમાં 'બદલા', 'મિશન મંગલ' અને 'સાંડ કી આંખ' જેવી ફિલ્મો સામેલ છે.
વર્ષ 2020માંં તાપસીની 'થપ્પડ' ફિલ્મ આવી હતી. જેમાં તે મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ 'થપ્પડ' પછી હવે તાપસી પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. જેની આ નવી ફિલ્મનું નામ છે 'લૂપ લપેટા'.

લોકાડઉન પહેલા તાપસી દિગ્દર્શક તનુજ ગર્ગ અને અતુલ કાસબેકર સાથે ફિલ્મની તૈયારી કરતી જોવા મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થવાનું હતું, પરંતુ લોકડાઉનને કારણે શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. તાપસીની આ થ્રિલર કોમેડી ફિલ્મ 'લૂપ લપેટા' એ પ્રખ્યાત જર્મન થ્રિલર ફિલ્મ 'રન લોલા રન' પરથી બનાવવામાં આવી છે.