સ્વરા ભાસ્કર ઈન્દોરના મહાલક્ષ્મી નગર મેદાનમાં CAA વિરોધમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચી હતી. અભિનેત્રીએ RSS પર નિશાન સાધતા કહ્યું કે, નાગપુરમાં RSSના લોકો નાગરિકતા નક્કી નહીં કરે.
અભિનેત્રી સ્વરા ભાસ્કરે લોકોને આંદોલનમાં જોડાવાની અપીલ કરી હતી. સ્વરાએ કહ્યું કે, બધા લોકોએ પોતાના હકની લડાઇ માટે હંમેશા તૈયાર રહેવું જોઇએ. ભારતનું બંધારણ આપણા દિલમાં વસવાટ કરે છે. બંધારણ માટે યુવાનોએ લડવું જોઇએ.
સ્વરાએ કહ્યું કે, દેશ આપણા બાપ દાદાઓનો છે. આપણા પૂર્વજોનો પણ છે. દેશની નાગરિકતા દેશની માટી અને પૂર્વજોએ આપી છે. આપણી નાગરિકતા કોઇ નહીં લઇ શકે. દેશે ગાંધીના સપનાઓ માટે લડતા લહવું પડશે.