મુંબઈ: અભિનેત્રી સુષ્મિતા સેનની આગામી વેબ સિરીઝ ‘આર્યા’થી તે ડિજિટલ મીડિયામાં પ્રવેશ માટે તૈયાર છે. અભિનેત્રીએ કહ્યું કે, તેને આ પ્રકારની ભૂમિકા શોધવામાં એક દાયકાનો સમય લાગ્યો અને તે આ અતુલ્ય વાર્તાનો ભાગ બનીને રોમાંચિત થઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
અભિનેત્રી સુષ્મિતા સેનની આગામી વેબ સિરીઝ ‘આર્યા’ આવી રહી છે. આ શોનું ટ્રેલર શુક્રવારે રિલીઝ થયું હતું. જેમાં કુટુંબ, પ્રેમ, ગુનાની વાર્તાની ઝલક શેર કરવામાં આવી હતી. આ સીરિઝ હોટ સ્ટાર પર 19 જૂને રિલીઝ કરવામાં આવશે. આ સીરિઝ ડચ ક્રાઈમ થ્રિલર ‘પેનોઝા’ની રિમેક છે.
આ વેબ સીરિઝમાં સુસ્મિતા સેને આર્યા નામની મહિલાનો રોલ કર્યો છે. આર્યા પતિ તથા બાળકો સાથે રહે છે. જોકે, આર્યાને ખ્યાલ નથી કે, તેનો પતિ દવાઓ વેચવાના બહાને ડ્રગ્સનો વેપાર કરે છે. આર્યા પોતાનો પૂરો સમય પરિવારને આપે છે. જોકે, એકવાર તેના પતિ પર અટેક થાય છે, ત્યારે તેના પતિના સાચા ધંધાની જાણ થાય છે. આર્યા પરિસ્થિતિને પોતના હાથમાં લે છે. તે હવે પતિનો બિઝનેસ સંભાળે છે. ટ્રેલરમાં સુસ્મિતાના રોલના અનેક રંગો જોવા મળે છે. તે પોતાના પરિવારને બચાવવા ગમે તે હદ સુધી જવા તૈયાર છે.
આ પ્રકારની ભૂમિકા શોધવામાં મને એક દાયકાનો સમય લાગ્યો અને હું આ અકલ્પનીય વાર્તાનો ભાગ બનીને રોમાંચિત થઈ ગઇ. તેમણે ઉમેર્યું કે, રામ માધવાણી અને તેમની ટીમની આભારી છું.
આ સીરિઝમાં સુસ્મિતાની સાથે ચંદ્રચૂડ સિંહ, સિકંદર ખેર, નામિત દાસ સંગ છે. આ સીરિઝને ‘નીરજા’ ફૅમ ડિરેક્ટર રામ માધવાણીએ ડિરેક્ટ કરી છે.