મુંબઇ: લોકડાઉન વચ્ચે વિશ્વની સૌથી સુંદર મહિલા ગણાતી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને ડબ્બુ રતનાનીના વાર્ષિક કેલેન્ડર માટે કરવામાં આવેલા ફોટોશૂટનો ફોટો શેર કર્યો હતો, જેનાથી ચાહકો ચૌંકી ગયા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ડબ્બુ રતનનીએ લીધેલી આ તસવીરમાં સુષ્મિતા રેડ અને બ્લેક કલરની ક્લાસિક બાઇક પર બ્લેક સ્ટાઇલિશ આઉટફિટમાં બોલ્ડ પોઝ આપી રહી છે. તેણે ફ્લોરલ ડિઝાઇનના લાંબા બૂટ પણ પહેર્યા છે. હવે જો આવી ગ્લેમરસ તસવીર હોય તો ચાહકો દિવાના થવાના જ છે. કેટલાકે તો 'ગૉર્જિયસ' લખ્યું, કોઈએ 'હોટ' અને કેટલાકે તો જોઇને લખ્યું ઓહ માય ગૉડ!'