ETV Bharat / sitara

સુશાંત આત્મહત્યા કેસઃ NCBએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ કરી - ઈટીવી ભારત ગુજરાત

સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં NCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે NCBએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડ્રેમેટ્રિયડ્સના ભાઇ એજિસિલાઓસની ધરપકડ કરી છે. NCB અધિકારીએ કહ્યું કે, અમે તપાસ દરમિયાન જે ડ્રગ પેડલર્સને પકડ્યા છે, તેમાં આરોપી એજિસિલાઓસ ડ્રેમેટ્રિયડ્સ તેના સંપર્કમાં હતો.

સુશાંત આપઘાત કેસઃ એનસીબીએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની કરી ધરપકડ

author img

By

Published : Oct 19, 2020, 3:22 PM IST

  • અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ
  • સુશાંત આત્મહત્યા કેસની તપાસ અંતર્ગત કરાઈ ધરપકડ
  • આરોપી ડ્રગ પેડલર્સના સંપર્કમાં હોવાનો NCBનો આક્ષેપ
  • NCBએ રવિવારે આરોપી એજિસિલાઓસ ડ્રેમેટ્રિયડ્સની ધરપકડ કરી હતી

મુંબઈઃ NCB અધિકારીઓના મતે તપાસને ધ્યાનમાં રાખી ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ એજિસિલાઓસ ડેમેટ્રિયડ્સની ધરપકડ કરી છે. NCB અધિકારીએ આરોપ લગાવ્યો કે, દક્ષિણ આફ્રિકાનો નાગરિક એજિસિલાઓસ સુશાંત કેસ મામલામાં ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. એટલે અમે ઝડપી પાડ્યો છે. હવે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને NCBની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આની પહેલા NCBએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક, સુશાંતના ઘરની મેનેજર સૈમ્યુઅલ મિરાંડા, કર્મચારી દીપેશ સાવંત અને અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ કરી હતી.

  • NCB અનેક અભિનેત્રીઓની કરી ચૂકી છે પૂછપરછઃ

આ મામલે બોમ્બે હાઈકોર્ટથી જામીન મળ્યા પહેલા રિયાએ 28 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. NCBએ આ મામલામાં સંબંધિત દિપીકા પાદુકોણ, સારા અલી કાન અને શ્રદ્ધા કપૂર સહિત અન્ય બોલિવુડ અભિનેત્રીઓની પણ પૂછપરછ કરી છે. NCBએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રવિપ્રસાદની પણ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂત 14 જૂને બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળ્યા હતા. NCBએ ઈડીના અનુરોધ પર ડ્રગ્સથી સંબંધિત કેટલીક કથિત ચેટ સામે આવવા મામલે તપાસ ચલાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.