મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેની ફેસબુક પ્રોફાઇલને લોક કરી દીધી છે અને સાથે તેનો પ્રોફાઇલ ફોટો પણ ડિલીટ કરી દીધો છે.
![સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7688480______sis-2.jpg)
ગુરુવાર સુધી શ્વેતાની પ્રોફાઇલ દેખાઈ રહી હતી. તેમણે મુંબઇથી પટના પરત પોતાના ઘરે પાછા ફરવા અને ભાઇના અસ્થિ વિસર્જન કરવાની માહિતી પણ આપી હતી. જો કે, શુક્રવારથી તેની પ્રોફાઇલ પર ફક્ત તેના નામ સિવાય કોઈ પોસ્ટ અને ફોટો નથી દેખાઇ રહ્યો.
![સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7688480______sis-3.jpg)
શ્વેતાને બુધવારે સાંજે ફેસબુક પર એક પત્ર લખ્યું અને અભિનેતાએ જે પણ વેદના સહન કરી છે તેના માટે તેણે અભિનેતા પાસે માફી માંગી હતી. જો કે, તેઓએ તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
સુશાંત સિંહ રાજપૂતે રવિવારે સવારે મુંબઇ સ્થિત તેમના નિવાસ સ્થાને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. શ્વેતા આ અઠવાડિયાની શરૂઆતમાં તેના ભાઈના અવસાન બાદ USથી ભારત પરત આવી હતી.