ETV Bharat / sitara

સ્વામીએ કહ્યું સુશાંતની કરાઈ છે હત્યા, બૉલિવુડ માટે "વોટરગેટ" છે આ કેસ - નેપોટિઝમ

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ અંગે ફરી એકવાર ટ્વિટ કર્યું છે. સ્વામી સુશાંતના મોત અંગે CBI તપાસની પણ માગ કરતા આવ્યા છે અને તેમણે આ મામલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. તેમણે ફરી એકવાર ટ્વિટ કરીને કહ્યું કે, સુશાંતની હત્યા કરવામાં આવી છે અને બોલીવુડ માટે આ "વોટરગેટ" છે.

sushant singh rajput
બૉલિવુડનું વોટરગેટ
author img

By

Published : Aug 16, 2020, 10:07 PM IST

મુંબઈઃ ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમ્ણયમ સ્વામીએ રવિવારે બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ટ્વીટ કર્યું હતું જેમા તેમણે બૉલિવુડ, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "સુશાંત સિંહ રાજપૂતની હત્યા બૉલિવુડ, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર માટે વોટરલૂ અને વોટરગેટ છે. આપનો સીટ બેલ્ટ બાંધી લો, કારણ કે જ્યાં સુધી દોષીઓને સજા નહીં થાય ત્યાં સુધી અમે અમારો પ્રયાસ છોડવાના નથીં."

  • Sushant Singh Rajput’s murder is Waterloo and Watergate for Bollywood, Mumbai Police and Maharashtra government. Fasten your seat belts as we are. about to take off and bombard & won’t give up till either guilty are brought to justice or justice is brought to the guilty.

    — Subramanian Swamy (@Swamy39) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શુક્રવારે સ્વામીએ દિવંગત અભિનેતાના નોકરની અનુપસ્થિતિ અને સુશાંતની મોત બાદ બે એમ્બ્યુલન્સ બોલાવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટ કરી કહ્યું હતું કે, "શું કામ બે એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી? કોણે આ બોલાવી હતી? જો અમને સાચો જવાબ નહીં મળે તો અમે અનુમાન લગાવી શકીએ છીએ કે શું કામ એસએસઆરનો ઈમાનદાર નોકર ગુમ છે. તે જીવીત છે કે મરી ગયો? " શું બીજી એમ્બ્યુલન્સ તેના માટે હતી? "

સ્વામી સુશાંતની મોત બાદથી જ CBI તપાસની માગ કરી રહ્યા છે. તેમણે આ મામલે વડાપ્રધાન મોદીને પણ પત્ર લખ્યો છે. ગયા સપ્તાહે સ્વામીએ સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા પાંચ ડોક્ટરોને પણ આડે હાથ લિધા હતા.

આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી. આ પહેલા પણ સ્વામીએ સુશાંતની તરફેણમાં અનેકવાર નિવેદન આપ્યા છે. સુશાંતના રૂમમાંથી મળેલી એન્ટી-ડિપ્રેસન દવાઓ વિશે પણ તેમણે કેટલાય દાવાઓ કર્યા હતા.

આ વખતે સ્વામીએ બૉલિવુડ માટે વોટરગેટ હોવાનું કહ્યું હતું. જણો શું હતું વોટરગેટ કૌભાંડ ?

વોટરગેટ કૌભાંડ અમેરિકી રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન સાથે જોડાયેલું હતું, જેમાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટનાની અમેરિકાના રાજકારણ પર ખૂબ જ મોટી છાપ પડી હતી, રિચાર્ડ નિક્સન પર જાસૂસીનો આરોપ હતો. આ ઘટના 70ના દાયકાની છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ ઘટનાનો પર્દાફાશ થયા બાદ નિક્સનને રાજીનામું આપવું પડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.