મુંબઈ: બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-સ્ટાર સંજના સાંઘીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. ‘દિલ બેચારા’ હોલિવૂડની ફિલ્મ ‘ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રીમેક છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સંજનાએ લખ્યું, "જે લોકો એવું કહે છે કે સમય દરેક દર્દની દવા છે. તેઓ ખોટું બોલે છે. અમુક જખ્મો હંમેશા તાજા રહે છે અને વારે ઘડીએ તકલીફ આપે છે. આપણે સાથે વિતાવેલી પળોની હવે ફક્ત યાદો જ રહી જશે. ઘણા સવાલોના જવાબ નથી મળ્યાં, એ સવાલો વધતા જ જશે."
સંજના એ આગળ લખ્યું, "આ જખ્મો વચ્ચે એક ફિલ્મ છે કે જે એક ભેટ સમાન છે. જેમાં સપના છે. ભવિષ્ય પણ છે. એક કલાકારમાં તેની કલા માટે નું જૂનુન છે. આમા દુનિયાને ઈમાનદારી, એકતા, દયા ભાવ તરફ લાવવાનો અને નફરતથી દૂર લઈ જવાનો પ્રયાસ છે."
ઉલ્લેખનીય છે કે સુશાંત ગત 14 જૂનના રોજ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ છે.