મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ થયાના થોડા દિવસો બાદ તપાસ એજન્સીની એક ટીમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરના ઘરે પહોંચી હતી.
ઇડીના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રાજપૂતના લાંબા સમયથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરી રહેલા શ્રીધરને અભિનેતાના વ્યવહારો અંગે સવાલો કરવામાં આવ્યા હતા.
અધિકારીએ એમ પણ કહ્યું કે એજન્સીએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સીએ રિતેશ શાહની મંગળવારે પૂછપરછ માટે તેની મુંબઈ ઓફિસ બોલાવી છે.
શુક્રવારે ઇડી દ્વારા રિયા અને તેના પરિવારના સભ્યો સામે નોંધાયેલા કેસને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ સુશાંતની કથિત આત્મહત્યાને લગતા 15 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.