ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ સંજય દત્તની માફી સાથે 'સડક 2'નું ટ્રેલર ટ્રોલ... - આલિયા ભટ્ટ સડક 2

આલિયા ભટ્ટની ફિલ્મ 'સડક-2'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે જે પછી સુશાંત સિંહ રાજપૂત ના ચાહકો દ્વારા યુટ્યુબ પર તેને સતત ડીસ લાઈક કરવામાં આવી રહ્યું છે. ટ્રેલરને ટ્રોલ કરવાની સાથે ફેન્સ સંજુબાબાને સોરી પણ કહી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના ચાહકો દ્વારા સંજય દત્તની માફી સાથે 'સડક 2'નું ટ્રેલર ટ્રોલ થયું

author img

By

Published : Aug 12, 2020, 10:56 PM IST

મુંબઇ: મહેશ ભટ્ટના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'સડક-2'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેના થોડા કલાકો બાદ આ ટ્રેલરને મોટી સંખ્યામાં નાપસંદ કરવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ટ્રેલર નાપસંદ કરનાર લોકો સાથે સાથે સંજય દત્તની માફી પણ માંગી રહ્યા છે.

સંજુબાબા પણ આ ફિલ્મની સ્ટાર કાસ્ટ માં સામેલ છે અને હાલમાં જ વિગતો સામે આવી છે કે તેમને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર છે. તેઓ તાજેતરમાં જ તેની સારવાર માટે વિદેશ જતા રહ્યા છે.

આ ફિલ્મને સુશાંત સિંહ રાજપૂત ના નિધન બાદથી જ 'નેપોટિઝમ પ્રોડક્ટ' તરીકે ગણવામાં આવી રહી હતી. સુશાંત ના ચાહકો આ ફિલ્મને બોયકોટ કરવાની સતત માગ કરી રહ્યાં છે.

'સડક-2'ના ટ્રેલરને યૂટ્યુબ પર 66 હજાર લોકોએ પસંદ કર્યું હતું અને 748 હજાર લોકોએ નાપસંદ કર્યું હતું. આ આંકડો હજુપણ આગળ વધે તેવી શક્યતાઓ છે.

આ ફિલ્મનું પ્રીમિયર ડિઝની પ્લસ હોટ સ્ટાર પર થવાનું છે જેના યૂટ્યુબ ચેનલ પર 29 હજાર લોકોએ ટ્રેલર લાઈક કર્યુ હતું અને 144 હજાર લોકોએ તેને ડિસ લાઈક કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.