આનંદ કુમારે ફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોતે પણ બ્રેન ટ્યુમર જેવી બીમારીનો સામનો કરી રહ્યાં છે. તો ટ્યુમરના કારણે ડાબા કાનની સાંભળવાની ક્ષમતા પણ 80 ટકા સુધી ઓછી થઇ ગઇ છે. તો હાલમાં તેની સારવાર મુંબઇની હિન્દુજા હૉસ્પિટલમાં ચાલી રહી છે. વર્ષ 2014માં મને મારા બ્રેઇન ટ્યુમરની જાણ થઇ ગઇ હતી. પહેલા મને સાંભળવામાં મને તકલીફ થવા લાગી હતી. તો આ અંગે હુ ડૉક્ટર પાસે ગયો ત્યારે મને આ બીમારી વિશેની માહિતી મળી.
આનંદે જણાવ્યું કે ," આ બીમારીને લઇને ડૉક્ટર્સના જણાવ્યા મુજબ આ બીમારી એકૉસ્ટિક ન્યૂરોમા છે, જેને તેઓ ઓપરેશન કરવા માટે સક્ષમ છે. તો આ આ સમસ્યા પણ માત્ર ઓપરેશનથી જ ખતમ કરી શકાય તેમ છે. પરંતુ આ એકૉસ્ટિક ન્યૂરોમાના ઓપરેશન કરવામાં જો થોડી પણ ભુલ થઇ તો મારુ મોઠુ વાકુ થઇ શકે છે, અથવા તો મારી હુ પલક પણ જપકાવી ન શકુ તેવી પરિસ્થિતી થઇ શકે તેમ હોવાથી હુ જેના ડરના કારણે હું ઓપરેશન પણ નથી કરાવી શકતો.
તો આ સાથે જ પોતાના અંદાજમાં આનંદ કુમારે જણાવ્યું કે " હાલમાં તો મને એક કાનથી સંભળાઇ રહ્યું છે, જ્યારે એ કાનથી પણ ઓછુ સંભળાવવા લાગશે, ત્યારે જોયુ જાશે, મારી પાસે હજારો બાળકોની દુવાઓ છે, જે મારી તાકાત છે"
આનંદે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સંઘર્ષ સિવાય સફળતાની કોઇ સિડી નથી. આ સાથે બાળકોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, સુપર 30ના બાળકો ઘણી મહેનત કરતા હોય છે. અને તેઓ પોતાની મહેનત દ્વારા સફળતાને સર કરે છે. હું તો માત્ર તેઓને માર્ગદર્શન પુરૂ પાડુ છુ"
તો આનંદ કુમારને ફિલ્મના વિષય પર પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી મળતી સુચનાઓ અનુસાર તો લોકો ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. તમામ સિનેમાધરોમાં " હાઉસફુલ" છે. બાળકો, યુવકો, મહિલાઓ તથા આધેડ વયના સહિતના તમામ લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. તો ઘણા દર્શકોતો ફિલ્મને જોઇને રોઇ પણ જતા હોય છે" આ સાથે જ આનંદ કુમારે તમામ અભિનેતાઓના અભિનયની પણ પ્રશંસા કરી હતી.
આનંત પોતાના સફળતાનો તમામ શ્રેય પોતાના નાના ભાઇ પ્રણવને આપતા જણાવ્યું હતું કે, " નાની ઉમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ અને બન્ને ભાઇ એક બીજાનો આશરો બન્યા હતા. પ્રણવ સુખ-દુ:ખના સમયમાં મારી સાથે ઉભો રહ્યો છે. મારા લીધે થઇને તેને ઘણી મોટી કિંમત પણ ચૂકવવાનો વારો આવ્યો છે. પણ તે પોતાના ભાઇપ્રેમમાં પાછી પાની નથી કરી" તો આ સાથે જ આનંદે પોતાના માતા-પિતાને પણ યાદ કર્યા હતા.
આનંદ પટનામાં ગરીબ બાળકોના કળાને એક રાહ આપીને તેઓને IITમાં પ્રવેશ પરિક્ષા માટે તૈયારી કરી રહ્યાં હોય છે. જે માટે તેઓ "સુપર 30" નામક એક કોચિંગ સેન્ટર ચલાવે છે. તેમના પ્રયાસ માત્રથી રિક્ષા ચાલક, મોચી તથા ગેરેજમાં કામ કરનારાના બાળકોને IITમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યાં હતા.
જો કે આ ફિલ્મ આનંદ કુમારના જીવનશૈલી અને તેમના કોચિંગ સેન્ટરને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે"
ફિલ્મમાં આનંદ કુમારનું પાત્ર હ્રિત્વિક રોશન દ્વારા ભજવવામાં આવ્યું છે. તો સાથે જ આ ફિલ્મના નિર્દેશક વિકાસ બહલ છે. ફિલ્મમાં સુપર 30 બાળકોએ પણ અભિનય કર્યો છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, આદિત્ય શ્રીવાસ્તવ, નંદિશસિંહ પણ વિવિધ ભૂમિકાઓ ભજવતા જોવા મળે છે.