જે રીતે લોકો આ ફિલ્મને સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે, તે જોતા બૉક્સ ઑફિસ પર પણ ફિલ્મની કમાણી પણ સારી રીતે થઇ રહી છે.
ફિલ્મે શરૂઆતના જ સપ્તાહમાં કુલ 75.85 કરોડની કમાણી કરી હતી. ભારતીય ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હૈંડલ પર ફિલ્મના બૉક્સ ઑફિસનું કલેક્શન શેર કર્યું હતું.
તેમણે લખ્યું કે, ફિલ્મ મેટ્રો તેમજ અર્બન સિટીમાં સારો એવો દેખાવ અને પ્રતિસાદ મેળવી રહી છે.
આદર્શના મતાનુસાર, સુપર 30ને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણ કે પ્રતિસ્પર્ધી તરીકે આ સપ્તાહમાં ' ધ લાયન કિંગ ' ફિલ્મ રિલિઝ થઇ ગઇ છે.
ફિલ્મે શુક્રવારના દિવસે જ 11.83 કરોડ રૂપિયાથી સારું એવું ઓપનિંંગ કર્યું હતું. શનિવારના રોજ તેમાં 18.19 કરોડનો વધારો થયો છે.
રવિવારે ફિલ્મની કમાણીમાં સામાન્ય વધારો જોવા મળ્યો અને 20.74 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે પૂરા 50 કરોડની કમાણી કરીને આંકડો પાર કર્યો.
સોમાવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો, જેમા માત્ર 6.92 કરોડ અને મંગળવારના તેમજ બુધવારના રોજ સામાન્ય આંકડા નોંધાયા હતા. જેમા અનુક્રમે 6.39 કરોડ અને 6.16 કરોડ રૂપિયા હતા. ગુરૂવારના રોજ તો ફિલ્મ જોનારાની સંખ્યામાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
તે દિવસની કુલ કમાણી રૂપિયા 5.62 કરોડ થઇ અને અઠવાડિયાની કમાણી 75.85 કરોડ રૂપિયા થઇ હતી.
‘સુપર 30’માં ગણિતજ્ઞ આનંદ કુમારના જીવનની વાર્તા કહેવામાં આવી છે.
રિલાયંસ એન્ટરટેન્મેનટ અને ફૈંટમ ફિલ્મસ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, અમિત સાધ અને નંદિશ સંધૂની પ્રમુખ ભૂમિકાઓમાં છે.
વિકાસ બહેલના નિર્દેશનમાં બનેલી ' સુપર 30 ' 12 જૂલાઇનો રોજ સિનેમાઘરોમાં રિલિઝ થઇ હતી.