સની અને તેના પતિ ડેનિયલ વીબરે 'કોરે' ને સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. સનીના શબ્દોમાં કહિએ તો, સુપરહીરો જે બધી બુરાઈઓનો અંત કરવા આવી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રિલીઝ થયેલા લેટેસ્ટ વીડિયોમાં સની ડાર્ક સ્પોર્ટિંગ લુક કોસ્ટયૂમ અને સોનેરી વાળવાળી સુપરહીરો કોરે બની છે. અભિનેત્રીએ પોતાના નવા સુપરહીરો અવતાર વિશે જણાવતા કહ્યું કે, 'સુપરહીરોનો કોન્સેપ્ટ એવો છે કે જેના પર હું અને ડેનિયલ થોડા સમયથી કામ કરી રહ્યા છીએ, જેણે સુપરહીરો 'કોરે'ને જન્મ આપ્યો, જે બધી બુરાઈનો નાશ કરવા માટે આવી છે.'
વર્ષો પહેલા એક ફેને પૂછ્યુ હતુ કે, શું તેને સુપરહીરોવાળું જોનર પસંદ છે તો 'જિસ્મ 2' ની એકટ્રેસે કહ્યું કે, 'હાં હું સુપરહીરોનો રોલ પ્લે કરવા માગુ છુ'
શેર કરવામાં આવેલા વીડિયોમાં, સનીનું કોસ્ટયૂમ અને બેક્ગ્રાઉન્ડ લુક પણ ખુબ જ 'મેટ્રિક્સ' જેવું લાગી રહ્યો છે. સની એક સુપરકારની આસપાસ ફરી રહી છે. તેમજ શહેરને બચાવવા માટે આસપાસ ફરી રહી છે. 'કોરે' નું નિર્માણ સનસિટી મીડિયા પ્રા.લિ. લિ. વીડિયોનું મ્યુઝીક ડેનિયલ અને ગ્રેમી વિજેતા નિર્માતા કેન વૈલેસે કંપોઝ કર્યું છે.