સની દેઓલ વિશે જાણી અજાણી વાત....
![સની દેઓલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4799560_sunny1.jpg)
સનીના પિતા ધર્મેન્દ્ર 70ના દાયકાના સુપરસ્ટાર હતાં. સનીએ આ પરંપરા આગળ વધારી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1983માં રિલીઝ થયેલી ફિલ્મ બેતાબથી કરી હતી. જે બોક્સ ઑફિસ પર સુપરહિટ પુરવાર થઈ હતી, ત્યારબાદ સની દેઓલે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. છેલ્લે તે ભાઇ બોબી અને પિતા ધર્મેન્દ્ર સાથે 'યમલા પગલા દીવાના ફિર સે' માં દેખાયો હતો. આ ફિલ્મ જોકે બોક્સ ઑફિસ પર કઇ ખાસ કમાલ કરી શકી ન હતી.
![સનીની પહેલી ફિલ્મ બેતાબનું પોસ્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4799560_sunny3.jpg)
સનીની સફળ ફિલ્મો...
સનીએ 1983માં બેતાબ ફિલ્મથી શરૂઆત કરી હતી, ત્યારબાદ 1990 'ઘાયલ', 1993 'ડર', 1993 'દામિનિ', 1996માં 'ઘાયલ' અને 'જીત', 1997માં 'બોર્ડર', 2001માં 'ગદર એક પ્રેમ કથા', 2007માં; 'અપને' અને 2011માં 'યમલા પગલા દિવાના' જેવી હીટ ફિલ્મ આપી છે, ત્યારબાદ સનીએ અનેક ફિલ્મો આપી છે. જેમાં તેનો દમદાર અભિનયથી આજે પણ તેના ચાહકોને પ્રભાવિત કરે છે. હાલ સની સની દેઓલ એક ફિલ્મ કરવા માટે 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે માત્ર ફિલ્મ થકી નહી પરંતુ, અન્ય જગ્યાઓથી પણ પૈસા કમાય છે. તે વિજેના ફિલ્મ્સ નામના પ્રોડક્શન હાઉસની માલિકી ધરાવે છે. જેમાં તેણે દિલ્લગી ઘાયલ વન્સ અગેઈન જેવી ફિલ્મો બનાવી છે.
![સનીની સુપર હીટ ફીલ્મ એક પ્રેમ કથાનું પોસ્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4799560_sunny5.jpg)
સની છેલ્લા ચાર દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે પોતાની મહેનતે એક આગવી ઓળખ મેળવી છે. તે હાલ કરોડો સંપત્તિનો માલિક છે. ઘણી વખત લોકપ્રિય અભિનેતાના પુત્ર તરીકે બોલીવુડમાં પ્રવેશ કરવો તે અઘરો સાબિત થાય છે. ઘણા એવા એભિનેતા છે જે હાલ પણ પોતાની આગવી ઓળખ બનાવી શક્યા નથી. પરંતુ, સનીએ આ સમસ્યાને બખૂબી રીતે પાર કરી છે. 70ના દાયકામાં ચોકલેટી બોયની ઈમેજ ધરાવનાર પિતાના દિકરા સની એક્શન હીરો તરીકે પોતાની ઓળખ કાયમ કરી. જે આજે પણ લોકોના મન પર અંકિત થયેલી છે. આજે ભલે તેની ફિલ્મો કોઈ ખાસ ચાલતી ન હોય પણ તેના ડાયલોગ અને સફળ ફિલ્મોની અસર હજુ પણ જોવા મળે છે.
![અપને ફિલ્મ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4799560_sunny4.jpg)
સની દેઓલે ભાજપ તરફથી ગુરદાસમાં લોકસભા ચૂંટણી જીતી હતી. ચૂંટણી પંચમાં દર્શાવેલી સંપત્તિની વિગતો અનુસાર સની દેઓલ પાસે, કુલ 87.18 કરોડની રૂપિયાની સંપત્તિ છે. તેનું નામ સની દેઓલ નહીં પણ અજય સિંહ દેઓલ છે. તેની પર 51.79 કરોડનું દેવું છે. તેની પાસે કુલ સ્થિર અને અસ્થિર સંપત્તિ ક્રમશઃ 60.46 કરોડ રૂપિયા અને 21 કરોડ રૂપિયા છે. તેની આવકની વાત કરીએ તો, વર્ષ 2017-18માં 63.82 લાખ રૂપિયા, 2016-17માં 96.29 અને 2015-16માં 2.25 કરોડ રૂપિયા હતી.
![સુપર-ડુપર હીટ ફિલ્મ બોર્ડરનું દ્રશ્ય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4799560_sunny.jpg)
સનીએ ફિલ્મો ઉપરાંત એડ ફિલ્મ્સ પણ કરે છે. એન્ડોર્સમેન્ટ માટે સની 2 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તે કેટલીક કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યો છે. તેની પ્રોપર્ટીની વાત કરીએ તો મુંબઈના જુહૂ વિસ્તારમાં તેનો શાનદાર બંગલો છે. આ ઉપરાંત પંજાબમાં સની દેઓલનું ઘર અને કેટલાંક વીઘા જમીન પણ છે. યુ.કે માં પણ તેનું આલિશાન ઘર છે. જ્યાં સનીની ઘણી ફિલ્મોનું શૂટિંગ કરાયું છે. સની દેઓલ પાસે કેટલીય લક્ઝરી ગાડીઓ છે. જેમાં પોર્શ ઉપરાંત ઑડી એ-8, રેન્જ રોવર જેવી કારનો સમાવેશ થાય છે. તે શૂટિંગ કે કોઈ ઇવેન્ટમાં જાય તો મોટા ભાગે પોતાની પોર્શ કારમાં જવાનું પસંદ કરે છે.
![સની દેઓલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4799560_sunny2.jpg)
બોલીવુડમાં આજે અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને વિદ્યુત જામવાલ જેવા અનેક એક્શન હીરો છે. છતાં દમદાર અભિનય અને વજનદાર અવાજથી સની દેઓલ આજે પણ તેના ચાહકોના મન પર રાજ કરી રહ્યો છે. આ રીતે ચાર દાયકાથી દમદાર એક્શન ફિલ્મ આપનાર સની દેઓલને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા.