મુંબઈ: ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇએ કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને 'વ્યક્તિગત નુકસાન' ગણાવ્યું છે અને કહ્યું કે, તે ભારતીય સિનેમાના કોરિયોગ્રાફીના ઇતિહાસમાં કાયમ જીવંત રહેશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સુભાષના કરિયરની લગભગ બધી મોટી ફિલ્મોમાં સરોજ ખાનને હિટ ગીતો માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં 'હીરો' (1983), 'કર્મા' (1986), 'રામ લખન' (1989), 'ખલનાયક' (1993), 'પરદેસ' (1997), 'તાલ' (1999), 'યાદે' (2001) અને 'કિસ્ના' (2005) સામેલ છે.
સુભાષે શુક્રવારના રોજ સરોજ ખાન વિશે વાત કરતા ઈમોશનલ વીડિયો શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેણે વીડિયો સાથે એક સંદેશ પણ શેર કર્યો, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે મીનાક્ષી શેષાદ્રી, માધુરી દીક્ષિત, મનીષા કોઈરાલા અને ઐશ્વર્યા રાય જેવા સ્ટાર્સના કરિયરમાં તેઓ મજબૂત ભાગીદાર હતા.
મીનાક્ષી શેષાદ્રીએ સુભાષની 'હિરો'માં કામ કર્યું હતું. માધુરીએ 'રામ લખન' અને 'ખલનાયક' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. બંનેના સુપરહિટ ગીતો સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યા હતા. મનીષા કોઈરાલાએ 1991ની સુભાષની હિટ ફિલ્મ 'સૌદાગર'થી શરૂઆત કરી હતી, જેમાં ઘણાં હિટ ગીતો હતા, જ્યારે ઐશ્વર્યા રાયના 'તાલ' ફિલ્મનો ડાન્સ આજે પણ લોકો યાદ કરે છે. 'સરોજ ખાન, રેસ્ટ ઇન પીસ'