મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા ઇરફાન ખાનની માતા સઇદા બેગમે શનિવારે સાંજે જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. લાંબા સમયથી તબિયત ખરાબ હોવાના કારણે તેમનું અવસાન થયું હતું, પરંતુ ઇરફાન ખાન લોકડાઉનને કારણે છેલ્લી વખત તેની માતાને જોઈ શક્યા પણ નહીં.
લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા ઇરફાન ખાને તેની માતા પાસે જયપુર આવી શક્યા નહી, પરંતુ સુત્રો અનુસાર તે ચોક્કસપણે તેની માતાના અંતિમ સંસ્કારનો એક ભાગ બન્યા હતાં. ભારતમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ઇરફાન ખાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની માતાના અંતિમ સંસ્કારનો ભાગ બન્યા હતા અને તેમણે તેની માતાને વીડિયો કોન્ફરન્સિંગથી શ્રદ્ધાંજલિ આપી હતી.
ઈરફાનની માતાના નિધન પર અનેક બૉલિવૂડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે. ઇરફાન ખાનના નિકટના મિત્ર શૂરજિત સરકારે પણ સઇદા બેગમના મોત પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તે ખૂબ દુઃખદ છે. હું ઇરફાન સાથે વાત કરીશ.
તમને જણાવી દઈએ કે, આ સમયે ઇરફાન ખાન તેની પત્ની સાથે જયપુરથી દૂર છે. લોકડાઉન થવાને કારણે તે તેના ઘરે આવી શકે તેમ નથી. ઇરફાન લાંબા સમયથી ઘરે આવવા ઈચ્છતાં હતાં, પરંતુ ફ્લાઇટ્સના અભાવને કારણે તે આવી શક્યા નહીં.