હાલ કંગના રનૌત અને ફિલ્મની સ્ટાર 'પંગા' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કંગના રનૌત, જસ્સી ગીલ, રીચા ચઢ્ઢા અને નીના ગુપ્તા પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા હતા. જેમાં ફિલ્મને લઈ અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરી હતી. ફિલ્મ વિશે વાત કરતા કંગનાએ કહ્યું કે, આ ફિલ્મ આપણા સમાજ સૌથી મહત્વની ભુમિકા નિભાવતી 'મા' ની જીંદગી પર આધારિત છે. એક યુવતી જે લગ્ન બાદ પોતાના સપનાઓ કેવી રીતે દબાવી રાખે છે. સંતાનો થયા બાદ પોતાના સપના અને ઈચ્છાઓ છોડી તેની ઈચ્છાઓ અને તેના ભવિષ્ય માટે વિચારવું અને ઘર સંભાળવું વગેરે જેવા બાબતો દર્શાવવામાં આવી છે.
વધુમાં કગંનાએ જણાવ્યું કે "ફિલ્મની કહાની સાંભળી તે ખુબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. જ્યારે મારી પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ આવી તો મને અલગ લાગી હતી. કેમ કે આપણે દુનિયા વિશે ક્યારેય વિચારતા નથી જે દુનિયા એક હાઉસવાઈફ અને માતાની હોય છે. તેના સપના અને તેના ઈમોશન્સ વિશે કોઈ વિચારતું નથી."
કંગના પોતાની બહેન રંગોલી અને કરિનાનું ઉદાહરણ આપતાં કહ્યું કે લગ્ન બાદ પણ મહિલાએ પોતાના કરિયરને જાળવી રાખે છે. બોલીવુડમાં ઘણાં ઉદાહરણ એવા છે, જે મહિલાઓના લગ્ન બાદ પણ તે સારી ફિલ્મો કરી રહી છે.