મુંબઇ: સુશાંતસિંહ રાજપૂત કેસમાં CBIની તપાસ વધી ગઇ છે. CBI રિયા ચક્રવર્તીને પુછપરછ માટે સમન્સ મોકલી શકે છે. સુશાંતસિંહનો મિત્ર સિદ્ધાર્થ પિઠાણી DRDO ગેસ્ટ હાઉસ પહોંચી ગયો છે. જ્યાં સુશાંત કેસમાં CBI તેની પુછપરછ કરશે.
સુશાંતસિંહ રાજપૂત કેસમાં આજનો દિવસ મહત્વનો રહેશે. CBI આ કેસને લઇ એક્શન મોડમાં કાર્યવાહી કરી રહી છે. સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણઈની CBI ફરી પુછપરછ કરી રહી છે. આગાઉ રિયાથી EDની ટીમે બે વખત પુછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી પર સુશાંતસિંહ રાજપૂત કેસમાં અનેક પ્રકારના આરોપો લાગ્યા છે.
સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં રિયા પર ઘણા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. જેમાં બ્લેકમેઇલિંગ અને છેતરપિંડીની વાત કરવામાં આવી છે. એવો પણ આરોપ છે કે, રિયાએ સુશાંતને પરિવારથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. CBI આ તમામ મુદ્દા પર રિયાને પ્રશ્નો પૂછી શકે છે. CBIએ સુશાંતસિંહ રાજપૂત કેસમાં પૂછપરછ માટે રિયાના પિતાને સમન્સ મોકલ્યું છે, પરંતુ રિયાના વકીલે આ વાતનો ઇનકાર કર્યો છે. CBI કોઈપણ સમયે રિયાને પૂછપરછ માટે બોલાવી શકે છે.
સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં મુંબઈમાં CBI તપાસ ચાલી રહી છે. રવિવારે CBIની ટીમે સુશાંતના મોત મામલે તેના મિત્રો સિદ્ધાર્થ પિઠાણી, કૂક નીરજ અને દિપેશની પૂછપરછ કરી હતી. આ પછી CBIની ટીમ સિદ્ધાર્થ અને નીરજ સાથે સુશાંતના ઘરે પણ ગઈ હતી.