આ પાર્ટીમાં સજાવટના ભાગરૂપે મુકવામાં આવેલા એક દિવાની આંચ ઐશ્વર્યાની મેનેજર અર્ચના સચદેવના ડ્રેસને લાગતા તેમાં આગ લાગી હતી. આ સમયે શાહરુખ ત્યાં હાજર હતો અને તેનું ધ્યાન અર્ચના તરફ જતાં તે તરત તેને બચાવવા દોડ્યો હતો. અર્ચનાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે. તેના ડાબા પગ અને હાથમાં ઈજાઓ થઇ છે. શાહરૂખને પણ થોડીઘણી ઇજા થઇ છે.
ઉલ્લેખનીય છે કે,અમિતાભ બચ્ચનની આ પાર્ટીમાં શાહરૂખ પત્ની ગૌરી સાથે હાજર હતો. તેમના સિવાય શાહિદ કપૂર પત્ની મીરા સાથે, અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્ના, વિરાટ અને અનુષ્કા જેવા બોલિવૂડના તમામ સિતારાઓ હાજર હતાં.