મુંબઈ એરપોર્ટ પર સેલેબ્સ સ્પોટ થતાં જ કેમેરામાં કેદ થતાં હોય છે. તાજેતરમાં જ એરપોર્ટ પર દીપિકા પાદુકોણ, ફિલ્મ મેકર કરણ જોહર, એકટ્રેસ પુજા હેગડે, અર્જુન રેડ્ડી ફેમ સાઉથ સ્ટાર વિજય દેવરકોન્ડા, સ્ટ્રીટ ડાન્સર સ્ટાર કાસ્ટ વરુણ ધવન અને શ્રદ્ધા કપુર જોવા મળ્યાં હતા.
દીપિકા પાદુકોણની વાત કરીએ તો હાલ તેની છપાક ફિલ્મ દર્શકોમાં છવાઈ રહી છે. તો સ્ટ્રીટ ડાન્સરના ગીતો અને તેનું ટ્રેલર જોઈ વરુણ અને શ્રદ્ધા તેમજ ડાન્સના દીવાનાઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.