- ચાર્મી કોરે સોશિયલ મીડિયા પર શેર કર્યા કેટલાક ફોટો
- હું વિજય દેવરકોંડાની બહુ મોટી ફેન છુંઃ સારા અલી ખાન
- સારા અને વિજય એકબીજાને ડેટિંગ કરતા હોવાની ચર્ચા
આ પણ વાંચોઃ બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા અને અન્ય સિતારાઓ અહીં દેખાયાં
હૈદરાબાદઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને આ અંગે કહ્યું હતું કે, તે સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બહુ મોટી ફેન છે. સોમવારે રાત્રે તેને વિજય સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો હતો. લિગરની પ્રોડ્યુસર ચાર્મી કોરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં સારા આ તમામ સાથે જોવા મળી હતી. ચાર્મીએ ફોટો કેપ્શનમાં લખ્યું કે, જ્યારે કળા કેટલાક કલાકારોને સાથે લાવે છે તો કંઈક આવું દૃશ્ય સર્જાય છે.
આ પણ વાંચોઃ થલાઈવીના ટ્રેલર લોંચમાં AL વિજય અને અરવિંદ સ્વામીના વખાણ કરતા ભાવુક થઈ કંગના
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા સારા અને વિજય
આપને જણાવી દઈએ કે, સારા અને વિજય કેટલાક દિવસોથી ચર્ચામાં છે. બંનેની ડેટિંગ અંગે પણ સમાચાર આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સારા અલી ખાન મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં વિજય સાથે જોવા મળી હતી. અહીંથી તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેણે ફેન્સ મુમેન્ટનું સ્ટિકર પણ લગાવ્યું હતું.