મુંબઇ: સોનુ સૂદ દ્વારા પરપ્રાંતિય મજૂરોને ઘરે પહોંચવામાં મદદ કરનારા મેેમ્સ શનિવારે ટ્રેન્ડમાં રહયા છે. અભિનેતા મહારાષ્ટ્રમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને ભારતના જુદા જુદા ભાગોમાં તેમના ઘરો સુધી પહોંચવા માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે.
હમેશા ટ્વિટર પર સોનૂ સૂદને મદદ માટે તેનો સંપર્ક કરવા વાળા લોકોને જવાબ આપતા જોઇએ છે. જેમ કે 'તમારી બેગ પેક કરો' અથવા 'તમારી માતાને ગળે લગાડવા માટે તૈયાર રહો'. આ બધાજ તેમના પર બનવા વાળા પર મીમ્સના વિષયો છે.
એક મીમ્સમાં ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ અને સોનુ સૂદની તસવીર છે. તેના પર લખ્યું છે,કે "1 ગૃહ પ્રધાન, 2 ગૃહ પ્રધાન લાઇટ. હેશટેગસોનૂસૂદ."
એક અન્ય મીમ્સમાં બધા એવેન્જર્સને એક ફ્રેમમાં દર્શાવવામાં આવ્યા હતા.જેનું કેપ્શન હતું 'રીલ લાઇફ હીરોઝ' અને સોનૂ સૂદની ફોટોની સાથે કૈપ્શનમાં લખ્યુ હતું 'રિયલ લાઇફ હિરો'.
એક મજેદાર મીમ્સમાં સોનુ સૂદને 'હેરા ફેરી' માં પરેશ રાવલ એટલે કે 'બાબુ ભૈયા'ના રૂપમાં બતાવવામાં આવ્યો છે, જે મુંબઈમાં ફસાયેલા પરપ્રાંતિયોઓને જોઈને રાજુ (અક્ષય કુમાર)ને કહે છે 'એ રાજુ બસ નિકાલ રે. '
અભિનેતાનુ નામ અને કીવર્ડ 'રિયલ હીરો' પણ આખો દિવસ ટિવટર પર ટ્રેંડમાં રહ્યા છે.