- સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના રસીના ભાવની જાહેરાત કરી
- રાજ્ય સરકારોને આ રસી 400 રૂપિયામાં મળશે
- દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને રસીનો ડોઝ વિનામૂલ્યે મળવો જોઈએ : સોનુ સૂદ
મુંબઈ: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે સાબિત કરી દીધું છે કે, તે એક સારા અભિનેતાની સાથે સાથે એક મહાન વ્યક્તિ પણ છે. અભિનેતા ગરીબોના મસિહા તરીકે ઓળખાય છે. લોકડાઉન થયા બાદ સોનુ સૂદે ઘણા જરૂરીયાતમંદોને મદદ કરી છે. તમને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના રસીના ભાવની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારોને આ રસી 400 રૂપિયામાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલને તેના માટે 600 રૂપિયા ચૂકવવા પડશે. હવે સોનુ સૂદે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું છે.
આ પણ વાંચો : સોનુ સૂદ ફરી બન્યો ભગવાન: બે વર્ષના બાળકની સારવારની જવાબદારી લીધી
રસીકરણના ખર્ચ અંગે સોનુએ ટ્વીટ કર્યું હતું
આ વાત જણાવતા સોનુ સૂદે એક ટ્વિટમાં લખ્યું છે કે, "દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને રસીનો ડોઝ વિનામૂલ્યે મળવો જોઈએ. કિંમતો નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોર્પોરેટરો અને દરેક વ્યક્તિ જે તેને ખરીદવા માટે સક્ષમ છે તે દરેકને આગળ આવીને મદદ કરવી જોઈએ. ધંધો પછી કરી લઈશું.
આ પણ વાંચો : પંજાબ સરકારે સોનુ સૂદને રસીકરણ કાર્યક્રમ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા
સોનુ સૂદ કોરોનાથી થયા સંક્રમિત
તમને જણાવી દઈએ કે તાજેતરમાં સોનુ સૂદ કોરોના સંક્રમિત થયા હતા. તેણે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ દ્વારા ચાહકોને આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, "હું દરેકને જણાવા માગુ છું કે આજે સવારે મારું કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાની જાતે જ ક્વોરન્ટાઈન થયો છે અને મારી સંભાળ રાખી રહ્યો છું. પરંતુ ચિંતા કરશો નહીં તેનાથી મને તમારી મદદ કરવા માટે થોડો વધારે સમય મળી ગયો છે. યાદ રાખો, હું હંમેશા તમારી સાથે છું. "
ગરીબોના મસિહા તરીકે પણ ઓળખાય છે અભિનેતા
તમે જાણો છો અભિનેતા આ મહામારી વચ્ચે સામાન્ય લોકો માટે મસીહા સાબિત થયો હતો. લોકડાઉન દરમિયાન સોનુ સૂદે જરૂરીયાતમંદોને ખૂબ જ મદદ કરી હતી. તેમણે ગરીબ સ્થળાંતર કરનારા મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે. સાથે જ તેમણે તેમના ખાવા- પીવાની સંભાળ લીધી હતી અને તેમના રોજગાર માટેની વ્યવસ્થા પણ કરી હતી. હવે તેમને વાસ્તવિક જીવનમાં પણ 'હીરો' માનવામાં આવે છે. વળી, તેમને ગરીબોના મસિહા પણ કહેવામાં આવે છે.