ETV Bharat / sitara

સોનુ સુદ રિક્ષા ચલાવી દૂધવાળા સાથે બાર્ગેઈનિંગ કરતો નજરે પડ્યો - સોનુ સુદ ઈન્સ્ટાગ્રામ

અભિનેતા સોનુ સૂદે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો ક્લિપમાં જોઇ શકાય છે કે, એક ખેડૂત જંગલમાંથી તેના પશુ માટે ઘાસચારો લઈ જતો હોય છે. મજાની વાત એ છે કે, તે વ્યક્તિ રીક્ષા પર બેઠો છે અને સોનુ સૂદ જાતે રિક્ષા ચલાવી રહ્યો છે.

સોનુ સુદ
સોનુ સુદ
author img

By

Published : Jul 25, 2021, 4:34 PM IST

  • સોનુ સૂદ કરી રહ્યો પંજાબમાં શૂટિંગ
  • અલ્તાફ રાજાના 'તુમ તો ઠેહરે પરદેસી'માં દેખાશે સોનુ
  • વીડિયો સોનુ સૂદના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે

ન્યૂઝ ડેસ્ક: કોરોના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરીને ચર્ચામાં આવેલા સોનુ સૂદની હવે કોઈ અલગ ઓળખ આપવાની જરુર નથી. આ મહામારીમાં મુશ્કેલીમાં મુકાઈ ગયેલા લોકોને મદદ કરીને તે એક વાસ્તવિક હીરો તરીકે ઉભરી આવ્યો છે. તે સતત લોકોને મદદ કરતો હોય છે. અભિનેતા પણ તમામ વ્યસ્તતા વચ્ચે તેની ફિલ્મી કેરિયર માટે થોડો સમય કાઢી લે છે.

આ પણ વાંચો- 'હમ આમ ઇન્સાન અચ્છે હૈ': સોનુ સૂદ

મ્યૂઝિક વીડિયો શેર કરી રહ્યો છે સોનું

નોંધનીય છે કે, સોનુ સૂદ આ દિવસોમાં પંજાબમાં છે. જ્યાં તે એક મ્યુઝિક વીડિયો શૂટ કરવા આવ્યો છે. પંજાબથી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે રિક્ષા ચલાવતો દેખાઈ રહ્યો છે. વીડિયો ક્લિપમાં તે દૂધવાળાની રિક્ષા પર બેસતો નજરે પડે છે. આ વીડિયો સોનુ સૂદના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

દૂધવાળા સાથે શેર કર્યો વીડિયો

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી વિડિઓ ક્લિપમાં, સોનુ સૂદ દૂધવાળા સાથે ભાવ-તાલ કરતો જોવા મળે છે અને પૂછે છે કે, તેને થોડી છૂટ મળશે? વીડિયો ક્લિપમાં સોનુ દૂધવાળાને પૂછે છે, 'ભેંસ કેટલું દૂધ આપે છે?' તે આગળ કહે છે, 'અમને દૂધ મળશે?' હા કહીને સોનુ સૂદ ભાવ પૂછે છે, જેના પર તે વ્યક્તિ કહે છે કે 50 રૂપિયા ચૂકવ્યા પછી તમને દૂધ મળશે.

આ પણ વાંચો- પંજાબ સરકારે સોનુ સૂદને રસીકરણ કાર્યક્રમ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

ફરાહખાને પણ શેર કર્યો ફોટો

ફરાહ ખાને સોનુ સાથે એક તસવીર શેર કરી છે. બંને ટ્રેક્ટર પર બેઠા જોવા મળ્યા હતા. આ સાથે ફરાહે કેપ્શનમાં લખ્યું છે - 'તમામ બાબતો પંજાબી .. ચંદીગઢ, ટ્રેક્ટર અને સોનુ સૂદ .. તમારા મિત્ર સાથે શૂટિંગ હંમેશાં ખૂબ જ મજેદાર હોય છે.' ચાલો તમને જણાવી દઈએ કે આ ગીત અલ્તાફ રાજાના લોકપ્રિય ટ્રેક 'તુમ તો ઠેહરે પરદેસી'નું રિમેક છે. જે ટોની કક્કર અને અલ્તાફ રાજા રિક્રિએટ કરવા જઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.