ETV Bharat / sitara

નેપોટીઝમના મુદ્દે સોનુ નિગમ અભિનેત્રી કંગના રનૌતના સપોર્ટમાં આવ્યા - સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ

કંગના રનૌત હાલમાં નેપોટીઝમના મુદ્દે તેના નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રીએ મહેશ ભટ્ટ ઉપર પણ આરોપ લગાવ્યો હતો. તે કહે છે કે, મહેશે તેની ઉપર ચપ્પલ ફેંકી હતી. હવે આ બાબતમાં સોનુ નિગમે કંગનાને સપોર્ટ કર્યો છે. સોનુએ કહ્યું છે કે, જો કંગના કહેતી હોય તો તે સાચું જ હશે.

નેપોટીઝમના મુદ્દે સોનુ નિગમ અભિનેત્રી કંગના રનૌતના સપોર્ટમાં આવ્યા

author img

By

Published : Jul 26, 2020, 7:18 PM IST

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડમાં નેપોટીઝમના મુદ્દે ચર્ચા ચાલી રહી છે. જેમાં અભિનેત્રી કંગના રનૌતે અનેક દિગ્દર્શકો અને કલાકારોનું નામ લીધું છે અને તેમના પર નેપોટીઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન બોલિવૂડના ઘણા કલાકારો કંગનાને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેમની વિરુદ્ધ પણ ઉભા છે.

હવે સિંગર સોનુ નિગમ પણ કંગનાના સમર્થનમાં આવ્યા છે.

તાજેતરમાં, તેણે એક અગ્રણી પોર્ટલ સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, મહેશ ભટ્ટ વિશે કંગના રાનૌતે જે વાતો કહી છે,તે સાચી હશે, તો જ તેમણે કહ્યું હોય. તેમણે વધુમાં કહ્યું કે, મહેશ ભટ્ટે ફિલ્મ સાઇન નહીં કરવા બદલ કંગના રનૌત પર ચપ્પલ ફેંકીને મારી હતી, હું આ મામલે કંગનાને સપોર્ટ કરું છું. હું તેમનામાં વિશ્વાસ કરું છું જો તે કહે છે કે, આવું થયું છે તો તે બન્યું જ હશે.

ઇનસાઇડર આઉટસાઈડરના મુદ્દે સોનુએ કહ્યું, 'કેટલાક લોકો તેમના માટે ખરાબ હોઈ શકે છે, મને તે કેટલાક લોકોથી કોઈ ફર્ક પડતો નથી. મને તેમની સાથે કામ કરવાનો કોઈ અનુભવ ન હોઈ શકે. હું આ ઇન્ડસ્ટ્રીમાં 25-30 વર્ષથી રહ્યો છું, પરંતુ મેં આવા લોકો સાથે કામ કર્યું નથી, જેમણે કંગના રાનૌત સાથે કામ કર્યું છે. પરંતુ જો તેણી કહે છે કે, આવી ખરાબ બાબતો તેની સાથે થઈ છે તો તે બન્યું જ હશે. હું તેમનામાં વિશ્વાસ કરું છું. મને નથી લાગતું કે લોકો આટલા પાગલ હોય કે, તેઓ આવી વાર્તાઓ બનાવી શકે.

સોનુ આગળ કહે છે કે, કંગના રાનૌત લોકોને એ કહેવાનો પ્રયત્ન કરી રહી છે કે, તમારે બધાએ એક બીજા સાથે પ્રેમથી વર્તવુ જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.