ન્યૂઝ ડેસ્ક: છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) પર એક અફવાએ જોર પકડ્યું છે. અફવા એ છે કે, સલમાન ખાન અને સોનાક્ષી સિંહાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. આ સમાચાર સાથે, સલમાન અને સોનાક્ષીની ફોટોશોપ કરેલી તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં સલમાન અભિનેત્રી સોનાક્ષીને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે. આ ફોટોશોપ કરેલી તસવીર પહેલા જ સામે આવી ચુકી છે. તેમ છતાં સલમાન-સોનાક્ષીના લગ્નની અફવાઓ થંભાવાનુ નામ લઈ રહી નથી, ત્યારે આ અફવા પર અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પ્રતિક્રિયા આપી (Sonakshi sinha reaction on viral picture) છે.
સોનાક્ષીએ આપી આ પ્રતિક્રિયા
સોનાક્ષીએ આ વાયરલ તસવીરને પૂરી રીતે ફેક ગણાવી છે અને આ અફવાને સાચી માનતા લોકોની મજાક પણ ઉડાવી છે. સોનાક્ષીએ આ વાયરલ તસવીર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "શું તમે એટલા મૂર્ખ છો કે, તમે વાસ્તવિક અને ફોટોશોપ્ડ તસવીર વચ્ચેના તફાવતને પારખી શકતા નથી. સોનાક્ષીએ આ લાઈન સાથે સ્માઇલી ઈમોજી પણ શેર કર્યું છે.
![sonakshi sinha reaction on viral wedding picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14644451_1.png)
આ પણ વાંચો: Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના
જાણો ખરેખર એ તસવીર કોની હતી
આ વાયરલ તસવીર પાછળના સત્યની વાત કરીએ તો, આ સાઉથ એક્ટર આર્યનની સગાઈની તસવીર છે. આર્ય સાથે જોવા મળેલી આ દુલ્હન તમિલ અને તેલુગુ ફિલ્મોની એક્ટ્રેસ સાયશા છે. આર્યન અને સાયેશાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. સાયશા દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુના સંબંધી છે.
![sonakshi sinha reaction on viral wedding picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14644451_2.png)
ફિલ્મ 'દબંગ'માં જ સોનાક્ષી સલમાન સાથે જોવા મળી
સોનાક્ષી સિન્હાએ વર્ષ 2010માં સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દબંગ સિવાય સોનાક્ષી સલમાન સાથે અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.
![sonakshi sinha reaction on viral wedding picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14645445_1.jpg)
આ પણ વાંચો: બોલિવૂડમાં શેન વોર્ન પર બનવાની હતી બાયોપિક, બાયોપિક માટે આ હોલિવૂડ એક્ટરનું નામ પણ આવ્યું હતું સામે