મુંબઇ: અભિનેત્રી સોનાક્ષી સિંહા મહારાષ્ટ્રના વિશેષ પોલીસ મહાનિદેશક પ્રતાપ દિગાવકર અને સાયબર નિષ્ણાતોની ટીમ સાથે સોશિયલ મીડિયા પર સાયબર બુલિંગને ખતમ કરવાની ઝુંબેશમાં જોડાઈ છે.
આ અભિયાનમાં જોડાવા અને સાયબર બુલિંગ અટકાવવા વિશે વાત કરતા સોનાક્ષી કહે છે, "પ્રેમ અને પોઝિટિવીટી ફેલાવવા માટે સોશિયલ મીડિયાની રચના કરવામાં આવી હતી. કમનસીબે, સાયબર બુલિંગ અને માનસિક પજવણીની વધતી અસરો પણ સાથે જોવા મળે છે. હું પણ ટ્રોલ અને ગંદા શબ્દોનો શિકાર બની છું. "
આ અભિયાનના ભાગ રૂપે, પેનાલિસ્ટ સાથે પાંચ લાઈવ સેશન કરવામાં આવશે, જેનું સોનાક્ષીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ અભિયાનનો ઉદ્દેશ સાયબર બુલિંગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી ઇન્ટરનેટ પર ટ્રોલર્સ, જે લોકો હેરાન કરે છે, દુરૂપયોગ કરે છે. તે તેમની ક્રિયાઓના કાયદાકીય પરિણામો વિશે જાણી શકે છે. તેનો પહેલો ટેલિકાસ્ટ 26 જુલાઇએ થશે.
લગભગ એક મહિના પહેલા જ ટ્વિટર છોડ્યા બાદ હવે સોનાક્ષીએ આવી પહેલમાં જોડાવાનો નિર્ણય લીધો છે.