મુંબઈ: કરીના કપૂરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર માતા બબીતા અને બહેન કરિશ્મા સાથેની તસવીર શેર કરી હતી. હાલમાં જ કરીનાએ ઈન્સ્ટા સ્ટોરીમાં એક્ટ્રેસ પોતાના ઘરની બાલ્કનીમાં બેસીને સંગીત સાંભળતી હોય તેવો વીડિયો શેર કર્યો હતો. બેબોના અત્યાર સુધી 17 લાખ ફોલોઅર્સ છે. કરીના ઈન્સ્ટામાં 29 લોકોને ફોલો કરે છે.
કરીના કપૂર બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા, અનિસા મલ્હોત્રા, લક્ષ્મી લહેર, તાન્યા ઘાવરી, મલ્લિકા ભાટ, રિદ્ધિમા કપૂર, આદર જૈન, અરમાન જૈન, નીતુ સિંહ, નતાશા પૂનાવાલા, આલિયા ભટ્ટ, રીતિક રોશન, જેનિફર એનિન્સ્ટન, ઈબ્રાહિમ અલી ખાન, સોનમ કપૂર, રેહા કપૂર, કુનાલ ખેમુ, સમાયરા કપૂર, નૈના, પૂનમ દામનિયા, પોમ્પી હંસ, યેન્ની, અર્જુન કપૂર, મનિષ મલ્હોત્રા, કરન જોહર, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, સોહા અલી ખાન, કરિશ્મા કપૂર તથા વર્સિસ એન્ટરરેઈન્મેન્ટ સામેલ છે. નવાઈની વાત એ છે કે કરીના નણંદ સોહા, જીજાજી કુનાલ, સાવકા દીકરા ઈબ્રાહિમને ફોલો કરે છે પરંતુ તે સાવકી દીકરી સારા અલી ખાનને ફોલો કરતી નથી. તો સામે સારા અલી ખાન ઈન્સ્ટામાં 70 લોકોને ફોલો કરે છે અને તે પણ કરીના કપૂરને ફોલો કરતી નથી.
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન તથા ઈબ્રાહિમ ખાન એક્ટર સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાના સંતાનો છે. સૈફે કરીના સાથે વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં. કરીનાએ વર્ષ 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો.
અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’એ બોક્સ ઓફિસ પર 200 કરોડ કરતાં વધુ કમાણી કરી હતી. હાલમાં તેની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીના પોલીસના રોલમાં છે.