મુંબઇ: ટેલિવિઝન અભિનેત્રી સ્નેહા વાઘને ફિલ્મ બનાવવાની ઇચ્છા છે. ફિલ્મ નિર્માણ પ્રત્યેના તેના જુસ્સા વિશે વાત કરતાં સ્નેહા કહે છે, "હું ક્યારેય મારી કારકિર્દી અભિનયમાં બનાવવા માંગતી નહોતી. હું કોઈ પણ યોજના વગર આ ઇન્ડ્રસ્ટ્રીમાં આવી છું. પણ અંતે મને મારું કામ ગમે છે.હું ખૂબ જ નાની ઉંમરે આ ઇન્ડ્રસ્ટ્રીમાં આવી હતી."
સ્નેહાએ કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે, તે પછી તે ફિલ્મ નિર્માણ અભ્યાસ માટે લંડન ફિલ્મ એકેડેમી ગઈ હતી.'ચંદ્રગુપ્ત મૌર્ય' અને 'એક વીર કી અરદાસ..વિરા' જેવા શો માટે જાણીતી અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'લંડન ફિલ્મ એકેડેમીમાં ફિલ્મ નિર્માણ તરફનો મારો ધ્યાન એટલો વધી ગયો છે કે હવે હું હવે એક દિવસ ફિલ્મ બનાવવાનું વિચારી રહી છું. "
શો 'જ્યોતિ'થી સ્નેહાને ઓળખ મળી હતી. તે એક એવી છોકરીની વાર્તા છે કે જે તેના કુટુંબની જરૂરિયાતોને પહોંચી વળવા તેના સપનાનું બલિદાન આપે છે.