- બૉલીવુડ સિંગરે વડાપ્રધાન મોદીના માતાની મુલાકાત કરી
- જુબિન નૌટિયાલને મળ્યા માતા હીરાબાના આશીર્વાદ
- જુબિને આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો
ગાંધીનગર: 75 વર્ષની આઝાદીના પર્વ પર અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાને લીલીઝંડી આપી હતી અને કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં દેશભક્તિને લઈને બૉલીવુડ સિંગરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જુબિન નૌટિયાલ વડાપ્રધાન મોદીના માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.
વડાપ્રધાનને વિનમ્રતા માતા પાસેથી મળી છે: જુબિન
વડાપ્રધાન મોદીના માતા હીરાબાને મળીને બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલે તેમના આશીર્વાદ લીધા હતા. તેમની સાથે લીધેલી એક તસવીરને પોતાના ફેસબુક પર શેર કરીને લખ્યુ કે, હવે સમજાયું કે વડાપ્રધાન આટલા વિનમ્ર કેમ છે. આ વિનમ્રતા માતા પાસેથી મળી છે. આ પહેલા જુબિન નૌટિયાલ અમદાવાદના ગાંધી આશ્રમમાં શરૂ થયેલા આઝાદીના અમૃત મહોત્સવમાં પહોંચ્યા હતા. અહીં તેમણે દેશભક્તિના ગીતની શાનદાર પ્રસ્તૃતિ આપી હતી.
આ પણ વાંચો: જુબિન નૌટિયાલ બોલિવૂડ બાદ હવે હોલીવૂડમાં પોતાનો જાદુઈ અવાજ આપશે
નૌટિયાલ ગાંધીનગર સ્થિત હીરાબાને મળવા પહોંચ્યા
અમદાવાદના ગાંધી આશ્રમનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બોલિવૂડના બૉલીવુડ સિંગર જુબિન નૌટિયાલ ગાંધીનગરના રાયસણ ગામ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે તેઓએ વાતચીત કરી હતી. આ ઉપરાંત હીરાબાએ નૌટિયાલને માથે હાથ મુકીને આશીર્વાદ પણ આપ્યા હતા. જે ફોટા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.
75મી વર્ષગાંઠની ઉજવણી 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠને સમર્પિત આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. મોદીએ જણાવ્યું કે, 75મી વર્ષગાંઠની ઉજવણી 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. તેમણે કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં દેશના નાયકો દ્વારા ઇતિહાસને જાળવવા માટે સભાન પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: દહેરાદુનથી ડિજિટલ લાઈવ કોન્સર્ટ કરશે જુબિન નૌટિયાલ
મોદીએ દાંડીયાત્રાને લીલીઝંડી આપી
મહાત્મા ગાંધીની દાંડીયાત્રાને યાદ કરીને વડાપ્રધાને ગુજરાતના સાબરમતી આશ્રમથી પદયાત્રાને લીલીઝંડી આપી રવાના કરી હતી.