સિદ્ધાર્થે બોલીવુડમાં સાત વર્ષ પૂર્ણ કર્યા છે. જેની ખુશી વ્યક્ત કરતાં તેણે ટ્વીટ કર્યુ હતું. જેમાં સેટ પરના પહેલાં દિવસનું અનુભવ વિશે વાત કરી હતી. તેણે લખ્યું હતું કે,"પહેલાં દિવસની ઉત્સુકતા, નવી જગ્યા, નવો માહોલ અને પહેલી વખત કામ કરવાનો અનુભવ. આ બધી ઘટનાઓમાં ઉભો થયેલો રોમાંચ કંઈક અલગ હતો. જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. મને વિશ્વાસ નથી થતો કે, 'સ્ટૂડન્ટ ઓફ ધ યર' ફિલ્મને સાત વર્ષ થઈ ગયા. અત્યાર સુધી મારી આ સફરને રોમાચિંત બનાવવા માટે હું સૌનો આભારી છું "
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં સિદ્ધાર્થે સ્ટૂડન્ટ ઓફ ધ યર ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે 'એક વિલન', 'કપૂર એન્ડ સન્સ', 'બાર બાર દેખો', 'અય્યારી' અને 'જબરિયા જોડી' જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. હાલ, સિદ્ધાર્થ પોતાની આગામી ફિલ્મ 'મરજાવા'ની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો છે.