મુંબઈ: બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના પર જ હસાવવાનો જે વિચાર છે તે ગંભીરતાથી લીધો છે અને આ વસ્તુ તેમના સોશ્યલ મીડિયાથી જોઈ શકાય છે. અભિનેતા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પર કરેલી કૉમેન્ટ શેર કરી છે.
પ્રથમ લાઈનમાં ઇમોજી ટાઈપ કર્યા છે આમ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ ઇમોજી સાથે પોતાનો ચશ્મા પહેરેલો ફોટો અને વિચારતા હોય તેવો એક ફોટો શેર કર્યો છે.
એક તસ્વીરમાં, સિદ્ધાંત માસ્ટરપીસની જેમ પેઇન્ટિંગ કરી રહ્યા છે, પછી નીચે લખે છે, "અન્ય લોકો મારી પેઇન્ટિંગને કેવી રીતે જુએ છે," અને આ પેન્ટિંગ અનિલ કપૂરના એક ફિલ્મી પાત્ર, મજનુ ભાઈ દ્વારા બનાવવામાં આવેલા પેન્ટિંગનો ફોટો છે.
વર્ક ફ્રન્ટ વિશેની વાત કરીએ તો સિદ્ધાંત યશરાજની ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ માં જોવા મળશે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને રાની મુખર્જી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 2005ની હિટ ફિલ્મ ‘બંટી ઓર બબલી’ની સિક્વલ છે.