મુંબઈઃ લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહી કઈંકને કઈ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. ટીવી સ્ટાર્સની વાત કરીએ તો કોઈ લોકજાગૃતિ માટે વીડિયો બનાવી શેર કરી રહ્યાં છે તો કોઈ સ્પેશ્યલ વાનગી બનાવવાની રેસીપી શેર કરી ટાઈમ પાસ કરી ફેન્સ સુધી પોતાનો પ્રેમ પહોંચાડી રહ્યાં છે. અભિનેત્રી શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે પોતાની અંગત માહિતી શેર કરી છે.
શ્વેતા તિવારીએ કહ્યું કે તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયામાં નોટિસ કર્યુ કે તેમના નામનું ફેક એકાઉન્ટ ફેસબુક પર બનાવવામાં આવ્યું છે, જે વાસ્તવિકમાં તેમનું નથી.
હકિકતમાં બન્યું કઈંક એવું છે કે, એક યુઝર્સે સ્વેતાના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું છે. જેના દ્વારા તે લોકો પાસે નેટફ્લિકસનો પાસવર્ડ અને લોગ ઈન માંગી રહ્યા છે. આ બાબત શ્વેતાના ધ્યાને આવતા તેેના સ્ક્રીનશોર્ટ લઈ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે. આ સાથે જ શ્વેતાએ કહ્યું કે આ હું નથી, પ્લીઝ આ બાબતની નોંધ લો.
નોંધનીય છે કે આ એકાઉન્ટ શ્વેતા તિવારીનું નથી, જેની જાણકારી ખુદ શ્વેતાએ આપી છે.
કોરોના વાઈરસને લઈ શ્વેતાએ કહ્યું હતું કે, 'ઘરે રહેવું એ ક્યારેય કંટાળાજનક ન હોય શકે. સાચું કહુ તો લોકો નસીબદાર છે, જેમને પોતાના પરિવાર સાથે ઘરે રહેવાનો મોકો મળ્યો છે. ઘરમાં રહી તમે દરેક કામ કરી શકો છો, જે તમે કરના માહતો હોઉ.'