ETV Bharat / sitara

કોહલીને લઇને PAK ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન - world cup 2022

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે છેલ્લા કેટલાક મહિનાઓ બિલકુલ સારા રહ્યા નથી. એક તરફ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા તો બીજી તરફ ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સી પણ તેના હાથમાંથી જતી રહી છે. હાલ તેના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે (Fast bowler Shoaib Akhtar) વિરાટ કોહલી પર એવુ નિવેદન આપ્યું હતું, જેને સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા હતા.

કોહલીને લઇને PAK ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન

author img

By

Published : Jan 24, 2022, 4:36 PM IST

મસ્કટ: શોએબ અખ્તરે (Fast bowler Shoaib Akhtar) કહ્યું કે, જો તે વિરાટ કોહલીની જગ્યાએ હોત તો તે લગ્ન ન કરેત. શોએબ અખ્તરનું કહેવું છે કે, તે પોતાના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરશે. અખ્તરનું કહેવું છે કે, મને ખ્યાલ નથી કે શું સાચું છે અને શું ખોટું. આ બધું પતી ગયું, હવે અહીંથી કેવી રીતે આગળ વધવું તે મહત્વની બાબત છે.

  • #WATCH | Performance pressure is there on him (Virat Kohli) ...I wanted him to marry...after scoring 120 centuries...I wouldn't have married...had I been in his place... anyway, that's his personal decision..: Former Pakistan fast bowler Shoaib Akhtar on Virat Kohli (23.01) pic.twitter.com/aGRi82kxxE

    — ANI (@ANI) January 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અખ્તરે ANIને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

અખ્તરે ANIને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, કોહલી પાસે બેટ છે. તે ટીમમાંથી બહાર થવા માંગતો નથ અને હાલ તેમના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ છે. અખ્તરે કહ્યું કે, "હું ઇચ્છતો હતો કે, વિરાટ 120 સદી ફટકાર્યા બાદ લગ્ન વિશે વિચાર કરવાની જરૂર હતી". આ ઉપરાંત કહ્યું કે, "જો હું ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર હોત તો કદાચ આવું ન કરેત. હું મારી ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન આપત. કોહલીએ જે પણ લીધું તે તેનો અંગત નિર્ણય હતો.

અખ્તરે કોહલીએ આપેલા રાજીનામાં વિશે કરી વાત

અખ્તરે એ વાત પણ કરી કે, કોહલીને ભારતની કેપ્ટન્સી છોડવા પર દબાણ કરાયું હતું. ગયા વર્ષે, કોહલીએ T20I સુકાની પદ છોડ્યું અને પછી ODI સુકાની પદ છોડવું પડ્યું. કારણ કે પસંદગીકારો વ્હાઇટ બોલ ફોર્મેટ માટે કેપ્ટન ઇચ્છતા હતા, ત્યારબાદ કોહલીએ સાત વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યા બાદ ભારતના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું.

કોહલી એક મહાન વ્યક્તિ અને ક્રિકેટર: અખ્તર

તમને જણાવી દઈએ કે, શોએબ અખ્તર હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (LLC cricket legue 2022) ભાગ લઈ રહ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગે શોએબે કહ્યું કે, તે કેપ્ટનશીપ છોડવા માંગતો ન હતો, પરંતુ તેને કેપ્ટનશીપ છોડવાની ફરજ પડી. હાલ તેમના માટે સારો સમય નથી, પરંતુ તેઓ જે કરે છે તે સાબિત કરવાની જરૂર છે. અખ્તરે કહ્યું, કોહલી એક મહાન વ્યક્તિ અને ક્રિકેટર છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ શુક્રવારે જાહેર

ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન વિશે વાત કરતાં અખ્તરે કહ્યું, "હું જાણું છું કે BCCI આ વિશે સ્માર્ટ નિર્ણય લેશે." ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. મેન ઇન ધ બ્લુ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. મેન્સ ટી20 વર્લ્ડ કપ 2022 (world cup 2022) ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાનાર છે અને તે સાત સ્થળો મેલબોર્ન, સિડની, બ્રિસ્બેન, એડિલેડ, જીલોંગ, હોબાર્ટ અને પર્થ ખાતે રમાશે.

આ પણ વાંચો:

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે જન્મદિવસને બનાવ્યો ખાસ અને યાદગાર

IND vs SA, 2nd ODI Live Score: બીજી વનડેમાં ભારત વાપસી કરવા મેદાને, 37 ઓવર પછી ક્રિઝ પર વેંકટેશ ઐયર-શાર્દુલ ઠાકુર તૈનાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.