આ પ્રસંગે શિલ્પાએ જણાવ્યું કે, 'આ એવોર્ડ મેળવીને મને ખરેખર સન્માન મળ્યું છે અને મને લાગે છે કે, આપણા દેશને સ્વચ્છ રાખવો એ દરેક નાગરિકની ફરજ છે. સ્વચ્છતા મનથી શરૂ થાય છે. જ્યારે આપણે આપણા ઘરને સાફ રાખીએ છીએ, ત્યારે દેશને કેમ નહીં? આ વર્ષે મેં મારા સમગ્ર કાર્બન ફૂટપ્રિન્ટને સરભર કરવા માટે 480 વૃક્ષો વાવ્યાં છે.' શિલ્પાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકની જવાબદારી છે કે, આપણે આપણા કિંમતી ગ્રહની સંભાળ ફક્ત વર્તમાન માટે જ નહીં, પણ ભવિષ્ય માટે પણ રાખીએ.
અભિનેત્રીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે આગામી ફિલ્મ 'નિકમ્મા'થી બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. શબ્બીર ખાનના નિર્દેશનમાં બનાવાની ફિલ્મ 'નિકમ્મા' એક રોમેન્ટિક કોમેડી એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ સાથે લગભગ 13 વર્ષ પછી શિલ્પા બોલિવૂડમાં કમબેક કરી રહી છે, આ ફિલ્મ 5 જૂને રિલીઝ થશે.
આ સિવાય શિલ્પા પાસે 'હંગામા 2' પણ છે, જે આ વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે 14 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 'હંગામા 2' પછી ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શન ફરી એકવાર 2013માં રિલીઝ થયેલી 'રંગરેજ' ડિરેક્ટર તરીકે કામ કરશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીની સાથે પરેશ રાવલ, મીજાન અને પ્રણીતા સુભાષ પણ મુખ્ય ભૂમિકામાં છે.