મુંબઇ: 20 વર્ષ પહેલા શમિતા શેટ્ટીની બોલિવૂડમાં સફર શરૂ થઈ હતી. તે આદિત્ય ચોપડાની સાથે મલ્ટીસ્ટારર ફિલ્મ 'મોહબ્બતેન' માં ઇશિકાની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી અને બાદમાં 'ફરેબ' અને 'ઝહરા' જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યુ હતું.
તેને અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. પરંતુ કંઈ કામ સફળ થઈ નહોતી. એટલે શમિતાએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
શમિતાએ ખાનગી ન્યૂઝ એજન્સીમાં ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "હું વિશ્વાસ કરી નથી શકતી કે, મારે બોલીવુડમાં 20 વર્ષ થયા છે. મને યાદ છે કે હું જ્યારે આ ક્ષેત્રમાં જોડાઈ ત્યારે હું ઘણી શરમાળ હતી. વીસ વર્ષ લાંબો સમય છે. તે એક રસપ્રદ મુસાફરી રહી છે. કારણ કે, તેમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. દુર્ભાગ્યે, મેં ઘણી ફિલ્મો કરી નથી, પરંતુ મારા જીવનના તમામ પાસાઓ અને તબક્કાઓએ મને વધુ સારી અને મજબૂત વ્યક્તિ બનાવી છે. "
શમિતાએ કહ્યું, "હું થોડી પસંદગીયુક્ત હતી. તમે જાણો છો કે, જ્યારે તમે સારી શરૂઆત કરો છો, ત્યારે તમે કોઈ એવી વસ્તુ માટે સમાધાન કરવા માંગતા નથી. જેના વિશે તમને ખાતરી નથી. મેં મારો સમય લીધો. ઉપરાંત આવા સમયે એવી ઘણી ફિલ્મો આવી હતી કે, જે મારી સમક્ષ આવી હતી.
હાલ, શમિતા આતુરતાથી કેટલાક નવા પ્રોજેક્ટ્સ સાથે નવી શરૂઆતની રાહ જોઈ રહી છે.
તેમણે કહ્યું, "હું એક વેબ સીરીઝનું શૂટિંગ કરવા જવાની હતી. પરંતુ લોકડાઉન થવાના કારણે તે અટકી ગઈ છે. આ સિવાય મેં ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ 'ધ ટેનન્ટ' માં કામ કર્યું છે. હું આશા રાખું છું કે બધું સામાન્ય થઈ ગયા પછી ફરીથી બધુ શરૂ કરીશું. "