- ઓલિપિક્સમાં મહિલા હોકી ટીમની હાર
- બોલીવૂડ કિંગ શાહરૂખ ખાનનું ટ્વીટ
- હારીને પણ ટીમ જીતી ગઈ છે
ન્યૂઝ ડેસ્ક: ટોકિયો ઓલિમ્પિક 2020 દરમિયાન થયેલ બ્રોન્ઝ મેડલ માટે હોકી મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ હારી ગઈ છે. ભારતીય મહિલા હોકી ટીમે ગ્રેટ બ્રિટન 4-3ના સ્કોરથી હરાવી છે. જે પછી મેદાનમાં હોકી ટીમની મહિલા ખેલાડીઓ ખૂબ રડી હતી. તે પછી દરેક લોકો મહિલા હોકી ટીમના ખેલાડીઓને સાત્વના આપી રહ્યાં છે. જે વચ્ચે બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના સભ્યો માટે દિલને સ્પર્શી જાય તેવું ટ્વીટ કર્યું છે.
હોકી ટીમ ભારત માટે પ્રેરણાદાયી
શાહરૂખ ખાનને વીતેલા દિવસોમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ત્યારે ખૂબ ઉત્સાહ વધાર્યો હતો, અને અભિનંદન આપ્યા હતા. ત્યાર પછી સેમિફાઈનલમાં હારી ગયા પછી પણ શાહરૂખ ખાને એક વાર ફરીથી ટીમના સભ્યોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે હારને પણ જીતમાં ફેરવી નાંખે તેવા શબ્દોથી પ્રોત્સાહન આપ્યું હતું. શાહરૂખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના તમામ ખેલાડીઓ માટે પ્રેરણાદાયી દર્શાવ્યાં છે.
આ પણ વાંચો- Tokyo Olympics: ચક દે ઈન્ડિયા! બોલિવૂડ સ્ટાર્સે મહિલા હોકી ટીમને સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા
દિલ ટૂટા હૈ લેકિન…
શાહરૂખ ખાને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં શાહરૂખ ખાને લખ્યું છે કે ‘દિલ ટૂટા હૈ લેકિન સિર ઊંચા રખને કે લિએ વજહેં હૈ. ભારતીય મહિલા હોકી ટીમને બહુત અચ્છા ખેલા હૈ. આપને ભારત મે સભી કો પ્રેરિત કિયા હૈ. યહ અપને આપ મે હી જીત હૈ’ શાહરૂખ ખાનનું આ ટ્વીટ ખૂબ ઝડપથી વાયરલ થયું છે. આ ટ્વીટ પર અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ શાહરૂખની આ વાતને સમર્થન કરે છે.
ટીમ સેમિફાઈનલમાં પહોંચી ત્યારે પણ શાહરૂખ ખાનનું ટ્વીટ
નોંધનીય છે કે શાહરૂખ ખાનની નજર ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમ પર પહેલેથી જ હતી. શાહરૂખ ખાને વર્ષ 2007માં ફિલ્મ ચક દે ઈન્ડિયામાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના કોચની ભૂમિકા નિભાવી હતી. તેને કારણે જ શાહરૂખ ખાનને ઓલિપિક્સમાં જોડવામાં આવે છે. આ પહેલા ટીમ જ્યારે સેમિફાઈનલમાં પહોંચી ત્યારે શાહરૂખ ખાને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા, ત્યારે તેમણે લખ્યું હતું કે હા હા કોઈ બાત નહી, બસ જ્યારે તમે પરત ફરો ત્યારે અબજો ફેમિલી મેમ્બર્સ માટે થોડા ગોલ્ડ લઈને આવજો. આ વર્ષે ધનતેરસ પણ 2 નવેમ્બરે છે. એક્સ કોચ કબીર ખાન તરફથી.