અભિનેતાએ ટ્વિટ કરી લખ્યું કે, અમે ભારતીય નાગરીક રૂપે એક પ્રતિષ્ઠત નેતાને પસંદ કર્યા છે. હવે આપણે તેમનો સાથ આપવો જોઇએ જેથી આમારી આશાઓ પૂર્ણ થઇ શકે. જનાદેશ તથા લોકતંત્રે એક જ નેતાને પસંદ કર્યા છે. જે બદલ વડાપ્રધાન મોદીને ખૂબ-ખૂબ શુભેચ્છા.
અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના ફેન્સ માટે એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેને લોકોને મત આપવા માટે અપિલ કરી હતી. વડાપ્રધાન મોદીએ બૉલિવુડ અભિનેતાએને અનોરોધ કર્યો હતો કે તમારી લોકપ્રિયતાના ભાગ રૂપે લોકોને વધુ થી વધુ મતો આપવા અપિલ કરે.
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો. શાહરૂખ ખાન ફક્ત અભિનેતા નથી તે એક આઇકોન છે. જે સારૂં કામ કરવા માટે વધુને વધુ લોકોને પ્રભાવિત કરી શકે છે.