ETV Bharat / sitara

Shahid Kapoor : OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ, અભિનેતા અનુભવી રહ્યા છે નર્વસનેસ - મનોજ બાજપેયી

'જબ વી મેટ' (2007), કમીને (2009), હૈદર (2014) અને કબીર સિંહ (2019) જેવી સુપરહિટ ફિલ્મો આપનારા શાહિદ કપૂરે નર્વસનેસ વિશે ખુલીને વાત કરી. અભિનેતા શાહિદ કપૂર ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે.

Shahid Kapoor : OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ

author img

By

Published : Jun 23, 2021, 9:01 AM IST

  • Shahid Kapoor OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ
  • અભિનેતા અનુભવી રહ્યા છે નર્વસનેસ
  • ટૂંક સમયમાં ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor) હવે કંઈક એવું કરવા જઇ રહ્યો છે જે તેણે જીવનમાં પહેલાં ક્યારેય ન કર્યુ હોય. તે તેનાથી ખૂબ નર્વસ પણ અનુભવી રહ્યા છે. 'જબ વી મેટ' (2007), કમિને (2009), હૈદર (2014) અને કબીર સિંઘ (2019) જેવી સુપરહિટ ફિલ્મો આપનાર શાહિદ કપૂર ટૂંક સમયમાં ઓટીટી (OTT) પર ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે.

પ્રથમ વખત જોવા મળશે વેબ સિરીઝમાં

તેની વેબ સિરીઝનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ તે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. જે વેબ સિરીઝમાં શાહિદ કપૂર કામ કરતા જોવા મળશે. આ વેબ સિરિઝની સ્ટોરી રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડી.કે.એ લખી છે. જણાવી દઈકે આ બંન્નેએ મનોજ બાજપેયી (Manoj Bajpai) સ્ટારર વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ (The Family Man) ની સ્ટોરી પણ લખી છે.

નર્વસનેસ અનુભવી રહ્યા છે શાહિદ

શાહિદ કપૂરે પોતાના ડિજિટલ ડેબ્યૂ વિશે જણાવ્યું હતું કે, 'હું મારા ડિજિટલ ડેબ્યૂ અંગે ખૂબ જ નર્વસ અનુભવું છું કારણ કે મને લાગે છે કે મોટા પર્દા પર જે કલાકારોને પસંદ કરવામાં આવે છે, તેમને જરુરી નથી કે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એટલી જ પ્રશંસા કરવામાં આવે. તાજેતરમાં જ શાહિદ કપૂરે એક ઇંસ્ટાગ્રામ લાઇવ કર્યું જેમાં તેણે કબીર સિંહની રિલીઝના 2 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી છે.

ફિલ્મ જર્સીમાં પણ જોવા મળશે

મોટા પડદા વિશે વાત કરવામાં આવે તો શાહિદ કપૂર (Shahid Kapoor) ટૂંક સમયમાં ફિલ્મ 'જર્સી' (Jersey) માં કામ કરતા જોવા મળશે. સાઉથની સુપરહિટ ફિલ્મની આ રીમેક ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં શાહિદ કપૂર (Shahid Kapoor) ક્રિકેટરની ભૂમિકા નિભાવતો જોવા મળશે અને તેનો ટીઝર વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.