મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતનાં મોતને એક મહિનો થવા આવ્યો, પરંતુ તેના ફેંસનો ગુસ્સો હજુ પણ શાંત થયો નથી. આવી સ્થિતિમાં બોલિવૂડમાં નેપોટીઝમના મુદ્દે ચર્ચા થઈ રહી છે, જે અંતર્ગત બોલિવૂડના ઘણા સ્ટાર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જ આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે જણાવ્યું હતું કે, તેણી અને તેના પરિવારને દુષ્કર્મ અને હત્યા કરવાની ધમકી આપવામાં આવી રહી છે.
શાહિને કમેન્ટ્સના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લાંબી નોંધ પણ લખી છે. તેણે કહ્યું કે, તેને અને તેના પરિવારને ધમકીઓ મળી રહી છે અને ઘણા લોકોએ દુષ્કર્મની ધમકી આપી છે, જેના પછી શાહીન ગુસ્સમાં છે. શાહિને કહ્યું કે, તે આવી ગંભીર કમેન્ટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
શાહિને લખ્યું, 'તમે આનાથી આશ્ચર્યચકિત થયા છો? કેમ? મને આશ્ચર્ય નથી થતું. આ સાથે તેણે ઘણા ફોટોગ્રાફ્સ દ્વારા લાંબી નોટ શેર કરી છે. તેમણે આગળ લખ્યું કે, 'તેથી, હવે હું તમારા સાથે વાત કરું છું, જેઓ મને કે કોઈને પણ આ પ્રકારના સંદેશા મોકલવાનું યોગ્ય માનતા હોય છે. જો તમે મને અપમાનજનક સંદેશાઓ મોકલશો, તો તમારી માહિતી સીધા ઇન્સ્ટાગ્રામ પર મોકલવામાં આવશે.
આ સાથે શાહિન ભટ્ટે કેટલાક આંકડા શેર કર્યા છે, જેમાં, ભારતમાં દર 15 મિનિટમાં એક મહિલા પર દુષ્કર્મ કરવામાં આવે છે.