નવી દિલ્હીઃ દિવંગત બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત મામલે રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટ સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં CBI તપાસ કરશે એવું જણાવ્યું છે. આમ, રિયાની અરજી પર 'સુપ્રીમ' ચુકાદો આવ્યો છે. આ પહેલા રિયા ચક્રવર્તી સુશાંત કેસને બિહારથી મુંબઇ ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ CBI કરશે. સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું. રિયા તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન તથા બિહાર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહ હતા. સુશાંતના પિતા તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ તથા મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવી હતા. આ કેસમાં CBI, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તથા બિહાર સરકાર પણ પક્ષકાર હતાં. તમામે 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને લેખિતમાં જવાબ આપ્યો હતો.
મહત્વનું છે કે, સુશાંતસિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોરસિંહે પટનામાં દાખલ કરેલી આ પ્રાથમિકીમાં રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો સહિત છ વ્યક્તિઓ પર પોતાના પુત્રને આત્મહત્યા કરવા માટે મજબુર કરવા સહિત અન્ય ગંભીર આરોપ લગાવ્યા હતાં. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કાર્યસૂચી અનુસાર ન્યાયમૂર્તિ ઋષિકેશ રૉયની બૅન્ચ આ નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ રૉયે 11 ઓગસ્ટે આ અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી.
સુશાંતસિંહ રાજપૂત 14 જૂને મુંબઇમાં ઉપનગર બાન્દ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાં ફાંસી પર લટકાયેલો મળી આવ્યો હતો. મુંબઇ પોલીસ વિભિન્ન પાસાઓને ધ્યાને રાખીને આ કેસની તપાસ કરી હતી. બિહાર સરકારે આ કેસમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, રાજકીય પ્રભાવને કારણે મુંબઇ પોલીસે અભિનેતા રાજૂપતના કેસમાં પ્રાથમિકી દાખલ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારની દલીલ હતી કે, આ મામલે બિહાર સરકારનો કોઇ પણ પ્રકારે અધિકાર નથી.
આ કેસમાં કેન્દ્ર સકારે CBI અને EDની તપાસ કરે તે માટે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી માગી હતી. કેન્દ્ર સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, બિહાર સરકારે કરેલી ભલામણને આધારે CBIએ FIR નોંધી છે. હવે આ કેસમાં CBI તપાસ કરશે. બીજી તરફ સુશાંતસિંહના પિતા કે.કે. સિંહે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, રિયાએ પહેલા જ આ કેસ સાથે જોડાયેલા પુરાવાઓને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું છે અને CBI તપાસમાં પણ યુ-ટર્ન લીધો છે.રિયાએ પહેલા આ કેસમાં CBI તપાસની માગણી કરી હતી, પરંતુ હવે તે કેમ આની વિરુદ્ધમાં છે?
રિયાએ લેખિતમાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પટનામાં FIRને ઝીરો FIR માનવામાં આવે અને આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરી દેવમાં આવે. આ સાથે જ રિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે, સુશાંતના પિતા તેની પર
પાયાવિહોણા આક્ષેપો મૂકી રહ્યા છે. આ કેસને અધિકાર ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનને સોંપવો જોઈએ. બિહારમાં તપાસ થાય તે પૂરી રીતે નિયમની વિરુદ્ધ હશે.