ETV Bharat / sitara

શું સારા અલી ખાન અને રણબીર કપૂર એકસાથે કામ કરશે? - રણબીર કપૂરની આગામી ફિલ્મ

કબીરસિંહ ફિલ્મના નિર્દેશક સંદીપ વાંગા રેડ્ડીની આગામી ફિલ્મમાં રણબીર કપૂર કામ કરશે. આ ફિલ્મમાં રણબીરની સામે અભિનેત્રી તરીકે સારા અલી ખાનની પસંદગી થાય તેવી સંભાવના છે. સંદીપ વાંગા રેડ્ડી જ્યારથી બોલિવૂડમાં જોડાયા છે, ત્યારથી તે ચર્ચા થઈ રહી છે.

શું સારા અલી ખાન અને રણબીર કપૂર એકસાથે કામ કરશે?

author img

By

Published : Dec 30, 2020, 4:13 PM IST

  • કબીરસિંહના નિર્દેશકની આગામી ફિલ્મમાં જોવા મળશે રણબીર કપૂર
  • ફિલ્મ 'એનિમલ'માં રણબીરની સામે કઈ હિરોઈન લેવી તે અંગે થાય છે ચર્ચા
  • મોટી મોટી અભિનેત્રીએ ઓડિશન આપ્યા લગાવ્યા હતા સ્ટૂડિયોના ચક્કર

હૈદરાબાદઃ ટી-સિરીઝ પ્રોડક્શન હેઠળ બનનારી આગામી ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને કબીર સિંઘ ફિલ્મના નિર્દેશક સંદીપ વાંગા રેડ્ડી જ ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મમાં રણબીરની સામે સારા અલી ખાન જોવા મળેે તેવી ચર્ચા બોલિવૂડમાં ચાલી રહી છે.

આ ફિલ્મ માટે સારા અલી ખાનનું નામ સૌથી મોખરે

સોશિયલ મીડિયા પર મળતી માહિતી અનુસાર, આ ફિલ્મની થીમ ગેંગસ્ટર ડ્રામા પર આધારિત હશે. જોકે, કબીર સિંઘ ફિલ્મની સફળતા બાદ સંદીપ ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે. એટલે તે ફરી ટી સિરીઝ સાથે જોડાયો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર એક ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મમાં અભિનેત્રી કઈ લેવી તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે, જેમાં સારા અલી ખાનનું નામ સૌથી મોખરે આવે છે.

બ્રહ્માસ્ત્ર, શમશેરા અને લવ રંજનની રોમેન્ટિક કોમેડીનું કામ પત્યા પછી આ ફિલ્મ શરૂ થશે

ફિલ્મ મેકર્સે ફિલ્મની અભિનેત્રી માટે ઓડિશન શરૂ કરી દીધા છે, જેમાં સારા અલી ખાને પણ ભાગ લીધો હતો. સારા ઉપરાંત નવા મોટા મોટા નામ પણ ચર્ચામાં છે. રણબીર જ્યારે બ્રહ્માસ્ત્ર, શમશેરા અને લવ રંજનની શ્રદ્ધા કપૂર સાથેની રોમેન્ટિક કોમેડીનું કામ પૂર્ણ કરશે ત્યાર બાદ એનિમલ ફિલ્મ ફ્લોર પર જશે. હાલમાં સારા અલી ખાનની ફિલ્મ 'કુલી નંબર 1' રિલીઝ થઈ છે. હવે સારા આનંદ એલ. રાયની અતરંગી રેમાં જોવા મળશે, જેમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.