ચરખી દાદરી: કુસ્તીબાજ બજરંગ પૂનીયા અને સંગીતા ફોગાટ બંનેના લગ્ન પહેલાની વિધિ શરૂ થઈ ગઈ છે. શનિવારે ચરખી દાદરીના ગામ બલાલીમાં દંગલ ગર્લ સંગીતા ફોગાટ અને બજરંગ પૂનિયાના લગ્નની વિધિ શરૂ થી ગઈ છે. બન્ને 25 નવેમ્બરે લગ્નગ્રંથીમાં જોડાશે.
સગાઈ માટે અલગ સમારંભ યોજવાનો હતો, પરંતુ હવે તે પણ નહીં થાય. લગ્નના દિવસે જ સંગીતાના ઘરે સગાઈની વિધિ થશે. બજરંગના પિતા બલવાનસિંઘ ગામ ખુદાન અને સોનેપટ બંનેમાં લગ્નના મોટા કાર્યક્રમો યોજવા માંગતા હતા, પરંતુ કોરોનાને કારણે મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું નથી.
દહેજ નહીં લેય પુનિયા
કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ તેમના લગ્ન સૌ માટે એક ઉદાહરણ બનાવશે. આ માટે બંનેએ સાથે મળીને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં પરિવાર પણ તેમની સાથે છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ ફક્ત એક રૂપિયામાં લગ્ન કરશે. બજરંગે દહેજ ન લેવાનું કહ્યું છે. તે જ સમયે, તે સાતને બદલે આઠ ફેરા લેશે. 8 માં ફેરામાં બેટી બચાવો, બેટી પઢાવો ના નામે લેશે.
25 નવેમ્બરે યોજાશે લગ્ન
ગામ બલાલીના નિવાસી દ્રોણાચાર્ય એવોર્ડ મહાબીર ફોગાટની ત્રીજી નંબરની પુત્રી સંગીતા ફોગટ 25 નવેમ્બરના રોજ વિશ્વની પ્રથમ નંબરના રેસલર બજરંગ પુનિયા સાથે લગ્ન કરશે. સંગીતા ફોગાટ કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને એશિયન ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડલ વિજેતા છે. 23 નવેમ્બરના રોજ સંગીત અને 24 નવેમ્બરે મહેંદી થશે. 25 નવેમ્બરના રોજ યોજાનારા લગ્ન સંપૂર્ણ સાદગીથી કરવામાં આવશે.