મુંબઈઃ અભિનેતા સમીર કોચરનો આજે જન્મદિવસ છે. કોરોના લોકડાઉન વચ્ચે ક્વોરનટાઈનમાં રહી તે પતોાનો બર્થડે ઉજવવા ઉત્સુક છે. સમીર હાલ ફેમસ વેબ સીરિઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ' માં જોવા મળી રહ્યાં છે.
અભિનેતા સમીરે પોતાના બર્થડે અંગે કહ્યું કે,' આ ક્વોરન્ટાઈન જન્મદિવસ હંમેશા યાદ રહેશે. ગત વર્ષે હુ મારા જન્મદિવસ પર કામ કરી રહ્યો હતો, તેથી આ વખતે ઘર પર રહી મને ખુબ જ સારુ લાગી રહ્યું છે.'
વેબ સીરિઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ' સિવાય સમીર 'ધ ટેસ્ટ કેસ' અને 'પવિત્ર ખેલ' તથા 'ટાઈપરાઈટર'માં જોવા મળી રહ્યાં છે. નોંધનીય છે કે ગત રોજ સુહાના ખાનનો પણ જન્મદિવસ હતો પરંતુ લોકકડાઉનને કારણે તે મોટા પાયે સેલિબ્રેશન કરી શકી નહોતી.