વધુમાં જણાવીએ તો ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભંસાલીએ આ વર્ષની શરૂઆતમાં પોતાના બર્થડે પર ફિલ્મની ઘોષણા કરી હતી. તો આ ફિલ્મમાં સલમાનની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મહત્વનું છે કે, લગભગ 19 વર્ષ બાદ સલમાન અને સંજય લીલા ભંસાલી એક સાથે કામ કરી રહ્યા છે. જો કે આલિયા ભટ્ટની સંજય લીલા ભંસાલી સાથે આ પહેલી ફિલ્મ છે.
હાલમાં જ સલમાન ખાને ફિલ્મમાં આલિયા સાથે કામ કરવાને લઇને કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે આલિયા અને તે એકસાથે ખૂબ જ સારા દેખાશે અને તેમની કેમિસ્ટ્રી પણ તેમના ફેન્સને જરૂરથી પસંદ આવશે. સલમાન ખાને વધુમાં કહ્યું હતું કે, આલિયા એક એક્ટર તરીકે ખૂબ જ સારી અને નેચરલ તેમજ સરળ છે.
આ ફિલ્મની સ્ટોરી સાથે જોડાયેલી વાત સામે આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મમાં સલમાન 40 વર્ષના એક બિઝનેસમેનનું પાત્ર ભજવતા જોવા મળશે તો આલિયા 20 વર્ષની આસપાસની એક નવી એક્ટ્રેસનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં બંનેની ઉંમરમાં ઘણું અંતર છે તેમ છતાં બંનેના પ્રેમ અને તેમની જર્નીને બતાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાઇજાન સલમાન ખાન હંમેશા પોતાની ફિલ્મ ઇદના તહેવાર પર જ રીલિસ્ કરે છે ત્યારે આ વખતે પણ ઇદના તહેવારે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ઇંશાલ્લાહ'થી પોતાના ફેન્સને ફરીથી એક ગિફ્ટ આપી ખુશ કરશે.