મુંબઇ :સલમાન ખાન તેની ફિલ્મ્સનાું એડિટિંગ તેના ઘરમાં બેસીને કરશે. સમય ન બગડે અને ફિલ્મ નક્કી કરેલી તારીખ 22 મેના રોજ જ રિલીઝ થાય તે માટે સલમાન ઘરે જ પોસ્ટ પ્રોડક્શન વર્ક શરૂ કરશે.
‘રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હૂડા સામેલ છે. રણદીપ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. સલમાન ખાન, તેનો ભાઈ સોહેલ ખાન અને બનેવી અતુલ અગ્નિહોત્રી સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
કોરોના વાઇરસે દુનિયાના અનેક દેશોમાં પગપેસારો કર્યો છે. કોરોના વાઇરસની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પડી રહી છે. બોલીવૂડના અનેક સ્ટાર્સે પોતાની વિઝિટ કેન્સલ કરી છે. ત્યાંજ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'ના એક શેડ્યુલ થાઈલેન્ડમાં શૂટ થવાનું હતું. જો કે હવે એવા સમાચાર મળ્યા છે કે કોરોના વાઇરસને કારણે ફિલ્મનું શૂટિંગ થાઈલેન્ડ કરવામાં આવશે નહીં.
ફિલ્મની ટીમ વિદેશમાં શૂટ કરીને કોઈ રિસ્ક લેવા માગતી નથી અને થાઈલેન્ડમાં જે સીક્વન્સની શૂટિંગ થવાની હતી હવે તેની શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા અને ટીમ મુંબઈમાં ફિલ્મની શૂટિંગ યથાવત રાખશે.
ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં સલમાન ખાન સિવાય દિશા પટાણી, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. સલમાન ખાનની આ ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે.