મુંબઈઃ 'બધાઈ હો' ફિલ્મના નિર્દેશક અમિત શર્માનું કહેવું છે કે, સલમાન ખાન અભિનીત ફિલ્મ 'ટ્યૂબલાઈટ' એક ઓવરરેટેડ ફિલ્મ છે. જો આ ફિલ્મનું નિર્દેશન તેમને મળ્યું હોત તો તેને વધુ સારી રીતે બનાવી શકત.
શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે, હાલ રિલીઝ થયેલી કંઈ ફિલ્મ તમને ઓવરરેટેડ લાગી? જેના જવાબમાં 'ટ્યૂબલાઈટ' ફિલ્મનું નામ લીધું હતું. આગળ વાત કરતાં તેણે કહ્યું હતું કે, જો મને આ ફિલ્મનું નિર્દેશન કરવાની તક મળી હોત તો વધુ સારી રીતે ફિલ્મને ન્યાય આપી શક્યાં હોત.
બજરંગી ભાઈજાન, એક જા ટાઈગર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બાદ 'ટ્યૂબલાઈટ' નિર્દેશક કબીરખાન સાથે સલમાન ખાનની ત્રીજી ફિલ્મ હતી. વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'લિટિલ બૉય' પર આધારિત છે. જે 1962માં ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મમાં સલમાન સિવાય ચાઈનીઝ એક્ટ્રેસ જૂજૂ, સોહેલ ખાન અને ચાઈલ્ડ આર્ટિસ્ટ મેટિન રે ટેંગૂ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતાં.