મુંબઈ: કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સલમાન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મજૂરોને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે. એક સંગઠન અનુસાર સલમાન ખાને ઈન્ડસ્ટ્રીના 25 હજાર ડેઈલી વર્કર્સને આર્થિક રુપથી મદદ કરવાનો નિર્ણય લીધો છે. 21 દિવસના લોકડાઉનમાં ડેઈલી વર્કર્સ તેમની રોજી-રોટી માટે પરેશના થઈ રહ્યા છે. ત્યારે બોલીવૂડ સ્ટાર સૌને મદદ કરશે.
FWICE (Federation of Western Indian Cine Employees) ના પ્રેસિડેન્ટ બી એન તિવારીએ કહ્યું કે, સલમાનના એનજીઓએ ત્રણ દિવસ પહેલાં જ ફોન કરી દીધો હતો. અમારી પાસે 5 લાખ જેટલા વર્કર્સ છે જેમાંથી 25,000ને આર્થિક મદદની જરૂર છે. બિઈંગ હ્યુમન ફાઉન્ડેશન આ વર્કર્સની તેમની રીતે કાળજી લેશે. તેમણે આ વર્કર્સની એકાઉન્ટ ડિટેલ્સ માગી છે કારણ કે, તેઓ ઈચ્છે છે કે પૈસા સીધા તેમના ખાતામાં જ જાય.
સલમાન ખાને તેમના એનજીઓ બિઈંગ હ્યૂમન દ્વારા મદદ કરવાનો નિર્ણય લીધો છે. FWICEના પ્રેસીડન્ટ બી એન તિવારીએ જણાવ્યું કે, સલમાન ખાન તેમના એનજીઓ દ્વારા તેમના સંગઠન સુધી પહોચ્યાં અને ડેઈલી વર્કર્સને મદદ કરવાનો નિર્ણય લીધો છે. કરણ જોહર, આયુષ્માન ખુરાના, કિયારા અડવાણી, તાપસી પન્નૂ, સિદ્ધાર્થ મલ્હોત્રા, નિતેશ તિવારી સહિત અન્ય લોકોએ ડેઈલી વર્કર્સને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે.